પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે એક વીડિયો સંદેશ દ્વારા વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધિત કરશે. જર્મની, યુનાઇટેડ કિંગડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા સહિત અનેક દેશો અને સરકારોના વડાઓ દ્વારા સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના સહયોગથી ફ્રાંસના બ્રેસ્ટમાં ફ્રાન્સ દ્વારા 9-11 ફેબ્રુઆરી દરમિયાન વન ઓશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટનો ઉદ્દેશ્ય સ્વસ્થ અને ટકાઉ સમુદ્રી ઇકોસિસ્ટમને જાળવવા અને તેને ટેકો આપવા માટે નક્કર પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્ર કરવાનો છે.