પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2021ના ​​રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગે 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' ભાગ લેશે અને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત પ્રમોટ થયેલ મહિલા સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી મહિલા SHG સભ્યોની સફળતાની વાર્તાઓનું સંકલન, પ્રધાનમંત્રી દ્વારા કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી 4 લાખ SHGs ને 1625 કરોડ રૂપિયાનું મૂડીકરણ સહાય ભંડોળ પણ જારી કરશે. આ ઉપરાંત, તેઓ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની PMFME (PM Formalization of Micro Food Processing Enterprises) યોજના હેઠળ 7500 SHG સભ્યો માટે 25 કરોડ રૂપિયા અને મિશન અંતર્ગત પ્રમોટ કરવામાં આવતા 75 FPOs (ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ) ને 4.13 કરોડ રૂપિયા ભંડોળ તરીકે આપશે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ; કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રી પશુપતિ કુમાર પારસ; ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને શ્રી ફાગન સિંહ કુલસ્તે, પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.  

DAY-NRLM વિશે:

DAY-NRLM ગ્રામીણ ગરીબ પરિવારોને તબક્કાવાર સ્વ-સહાય જૂથો (SHGs) માં એકત્રિત કરવાનો અને તેમની આજીવિકામાં વૃદ્ધિ લાવવા, તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા માટે લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો છે. મિશનના મોટા ભાગના હસ્તક્ષેપો અમલમાં મુકવામાં આવી રહ્યા છે અને સ્વયં સહાય જૂથ દ્વારા મહિલાઓ જેમને ને સામુદાયિક સંસાધન વ્યક્તિઓ (CRPs) - કૃષિ સખીઓ, પશુ સખીઓ, બેંક સખીઓ, બિમા સખીઓ, બેંકિંગ સંવાદદાતા સખીઓ વગેરેને તાલીમ આપવામાં આવી છે. ઘરેલુ હિંસા, મહિલા શિક્ષણ અને અન્ય લિંગ સંબંધિત ચિંતાઓ, પોષણ, સ્વચ્છતા, આરોગ્ય વગેરે જેવા મુદ્દાઓ પર મિશન જાગૃતિ પેદા કરવા અને વર્તન પરિવર્તન સંચાર દ્વારા SHG મહિલાઓને સશક્ત બનાવવા પર પણ કામ કરી રહ્યું છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.