ટ્રાન્સપોર્ટેશન એ કોઇપણ શહેર કે દેશના વિકાસની ચાવી છે. ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં શહેરીકરણ તેજગતિથી આગળ વધી રહ્યું છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સરકારના જ્યારે 2022માં ભારત પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરે ત્યારે દરેક માટે ઘરના સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો
2014 પછી અમે નિર્ણય લીધો કે મેટ્રો લાઈન બિછાવવાની ગતિ તેમજ તેના સ્તરમાં પણ વધારો કરવામાં આવે: વડાપ્રધાન
કારગીલથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ, જો તમે મુસાફરી કરી રહ્યા હશો તો તમને ખબર પડશે કે કાર્ય કઈ ગતિથી અને કયા સ્તરે ચાલી રહ્યું છે: વડાપ્રધાન મોદી
અમારું ધ્યાન આવતી પેઢીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા પર છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારના 2022 સુધીમાં "તમામ માટે આવાસ" ના સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન મકાન અને શહેરી પરિવહન સાથે સંબંધિત ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓનું શિલારોપણ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં કલ્યાણમાં એક જનસભામાં પ્રધાનમંત્રીએ બે મહત્વપૂર્ણ મેટ્રો કોરિડોર થાણે-ભિવંડી-કલ્યાણ અને દહિંસર-મીરા-ભાયંદર મેટ્રોનું શિલારોપણ કર્યું હતું. બંને કોરિડોર બની જતાં આ વિસ્તારનાં લોકોની જાહેર પરિવહનની સુવિધા વધી જશે.

પ્રધાનમંત્રીએ કલ્યાણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનાનાં 90,000 મકાનો લોંચ કર્યા. આ યોજના પર કુલ રૂ. 33,000 કરોડનો ખર્ચ થશે.

 પૂણેમાં પ્રધાનમંત્રીએ પૂણે મેટ્રો ફેઝ-3નું શિલારોપણ કર્યું હતું. 

કલ્યાણમાં પ્રધાનમંત્રીએ એક જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે માળખાગત સુવિધાઓ અને જાહેર પરિવહન વિકાસને ગતિ પ્રદાન કરી છે. તેમણે વર્ષ 2022 સુધી કેન્દ્ર સરકારની ‘તમામ માટે ઘર’ની યોજના પર ભાર મૂક્યો હતો.

પૂણેમાં પ્રધાનમંત્રીએ પૂણે મેટ્રો ફેઝ-3નું શિલારોપણ કર્યું હતું. પૂણેમાં એક જનસભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ભાર મુકી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઉત્કૃષ્ટ માળખાગત સુવિધા અને પરિવહન ક્ષેત્રની મજબૂતી પર ભાર મૂકવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન મારફતે ભારત ટેકનોલોજીનાં કેન્દ્ર સ્વરૂપે બહાર આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech at Kalyan, Maharashtra

Click here to read full text speech at Pune, Maharashtra

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi