પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરના રોજ ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)નો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઇ–ગોપાલા નામની એક એપ્લિકેશનનો પણ પ્રારંભ કરશે જે ખેડૂતો સીધો જ ઉપયોગ કરી શકે તેવું બહોળું પ્રજાતિ સુધારણા બજાર અને માહિતી પોર્ટલ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે બિહારમાં મત્સ્ય પાલન અને પશુ સંવર્ધન ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પહેલોનો પ્રારંભ કરશે.

બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તેમજ મત્સ્ય પાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

 

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) એક ફ્લેગશીપ યોજના છે જે દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રમાં કેન્દ્રિત અને ટકાઉ વિકાસ માટે તૈયાર કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાંચ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2020-21થી 2024-25 દરમિયાન આ યોજનાના અમલીકરણ માટે અંદાજે રૂ. 20,050 કરોડનું રોકાણ કરવામાં આવશે. PMMSY અંતર્ગત રૂ. 20,050 કરોડનું રોકાણ અત્યાર સુધીમાં મત્સ્ય પાલન ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે. આમાંથી, અંદાજે રૂ. 12340 કરોડનું રોકાણ સમુદ્રી, દેશના ભૂપ્રદેશોમાં મત્સ્ય પાલન અને જળચર સૃષ્ટિ સંબંધિત લાભાર્થી લક્ષિત પ્રવૃત્તિઓ માટે ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે જ્યારે અંદાજે રૂ. 7710 કરોડનું રોકાણ મત્સ્ય પાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે.

 

PMMSYનો ઉદ્દેશ વર્ષ 2024-25 સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં વધુ 70 લાખ ટનની વૃદ્ધિ કરવાનો છે તેમજ 2024-25 સુધીમાં મત્સ્ય ઉદ્યોગ નિકાસની કમાણી વધારીને રૂપિયા 1,00,000 કરોડ કરવાનું પણ લક્ષ્ય છે. આ ઉપરાંત, માછીમારો અને મત્સ્ય ઉત્પાદકોની આવક બમણી કરવી, માછલીઓ પકડ્યા પછી (પોસ્ટ–હાર્વેસ્ટિંગ) થતું 20-25%નું નુકસાન ઘટાડીને 10% સુધી લઇ જવું અને મત્સ્ય પાલન તેમજ આનુષંગિક પ્રવૃત્તિઓમાં વધારાની 55 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું નિર્માણ કરવાનો પણ આ યોજનાનો ઉદ્દેશ છે.

 

મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટેકનોલોજી, પોસ્ટ–હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન, મૂલ્ય શ્રૃંખલાનું આધુનિકીકરણ અને મજબૂતીકરણ, ભાળ મેળવવી, મજબૂત મત્સ્ય પાલન વ્યવસ્થાપન માળખાની રચના અને માછીમારોના કલ્યાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી આવતા મહત્વપૂર્ણ અંતરાયો દૂર કરી શકાય તે પ્રકારે PMMSYની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બ્લ્યુ ક્રાંતિ યોજનાની સિદ્ધિઓ વધુ મજબૂત બનાવવાની ઉદ્દેશને ધ્યાનમાં રાખતી વખતે, PMMSYમાં સંખ્યાબંધ નવા હસ્તક્ષેપો જેમ કે, માછીમારીની બોટનો વીમો, માછીમારીની હોડી/બોટ નવી લેવા/ અપગ્રેડ કરવા માટે સહકાર આપવો, જૈવ–શૌચાલયોનું નિર્માણ,  સેલાઇન/આલ્કલાઇન વિસ્તારોમાં જળચર સૃષ્ટિ, સાગર મિત્ર, FFPOs/Cs, કેન્દ્રીય સંવર્ધન કેન્દ્રો, મત્સ્ય પાલન અને જળચર સૃષ્ટિ સ્ટાર્ટઅપ, ઇન્ક્યુબેટર્સ, એકીકૃત એકવા પાર્ક, એકીકૃત દરિયાકાંઠાના માછીમારી ગામડાઓનો વિકાસ, જળચર લેબોરેટરી નેટવર્ક અને સેવાઓનું વિસ્તરણ, ભાળ મેળવવી, પ્રમાણીકરણ અને સ્વીકૃતિ, RAS, બાયોફ્લોક અને કેજ કલ્ચર, ઇ–ટ્રેડિંગ/ માર્કેટિંગ, મત્સ્ય પાલન વ્યવસ્થાપન યોજનાઓ વગેરેની પરિકલ્પના કરવામાં આવી છે.

 

PMMSY યોજના પ્રારંભિક ધોરણે 'ક્લસ્ટર અથવા વિસ્તાર આધારિત અભિગમ' અપનાવવા પર અને પાછલા તેમજ આગામી લિંકેજ દ્વારા મત્સ્યપાલન ક્લસ્ટર્સનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સીવીડ અને સુશોભન મત્સ્ય સંવર્ધન જેવી રોજગારી સર્જનની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેમાં ગુણવત્તાપૂર્ણ વંશ (વેતર), બીજ અને ભોજન માટે હસ્તક્ષેપો આપવા પર અને પ્રજાતિઓના વૈવિધ્યકરણ, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટિંગ નેટવર્ક વગેરે પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

 

હાલમાં PMMSY અંતર્ગત મત્સ્ય પાલન વિભાગે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રૂપિયા 1723 કરોડની કિંમતની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. PMMSY અંતર્ગત આવકમાં વધારો થાય તેવી પ્રવૃત્તિઓને પ્રાથમમિકતા આપવામાં આવી રહી છે.

 

બિહારમાં PMMSY અંતર્ગત રૂપિયા 1390 કરોડનું કુલ રોકાણ કરવામાં આવશે જેમાંથી કેન્દ્રનો હિસ્સો રૂપિયા 535 કરોડ રહેશે અને આ પ્રકારે વધારાનું 3 લાખ ટનનું મત્સ્ય ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. વર્તમાન નાણાકીય વર્ષ (2020-21) દરમિયાન, ભારત સરકારે મુખ્ય ઘટકો જેમકે, રી–સર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ (RAS), જળચર સૃષ્ટિ માટે બાયોફ્લોક તળાવોનું બાંધકામ, ફિનફિશ હેચરીઝ, જળચર પાલન માટે નવા તળાવોનું બાંધકામ, સજાવટ મત્સ્ય સંવર્ધન એકમો, અનામત ભંડારો/વેટલેન્ડમાં પાંજરા લગાવવા, આઇસ પ્લાન્ટ્સ, રેફ્રિજરેટર સાથેના વાહનો, આઇસબોક્સ સાથેની મોટરસાઇકલો, આઇસબોક્સ સાથેના થ્રી–વ્હિલર, આઇસબોક્સ સાથેની સાઇકલ, ફિશ ફિડ પ્લાન્ટ્સ, વિસ્તરણ અને સહાયક સેવાઓ (મત્સ્ય સેવા કેન્દ્ર), વંશ (વેતર) બેંકની સ્થાપના વગેરે તૈયાર કરવા માટે કુલ રૂ. 107.00 કરોડના ખર્ચની પરિયોજના માટે બિહાર સરકારની દરખાસ્તને મંજૂરી આપી છે.

 

મત્સ્ય પાલન ક્ષેત્ર સંબંધિત અન્ય ઉદ્ઘાટનો

પ્રધાનમંત્રી સીતમઢી ખાતે મત્સ્ય વંશ (વેતર) બેંકની સ્થાપના અને કીશનગંજ ખાતે જળચર જીવ બીમારી રેફરલ લેબોરેટરીની સ્થાપનાની જાહેરાત કરશે જેના માટે PMMSY અંતર્ગત સહાયતા આપવામાં આવી છે. આ સુવિધાઓની મદદથી માછલીઓનો ઉછેર કરનારાઓને ગુણવત્તાપૂર્ણ અને પરવડે તેવા દરે મત્સ્ય વંશ બીજ સમય સરળ મળી રહે તે સુનિશ્ચિત થઇ જવાથી માછલીઓના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ મળશે અને જળચર જીવોમાં બીમારીનું નિદાન તેમજ પાણી અને જમીનના પરીક્ષણની સુવિધાઓની જરૂરિયાત પણ સંતોષી શકાશે.

 

તેઓ મધેપુરા ખાતે ફીશ ફિડ મીલના એક એકમનું પણ ઉદ્ઘાટન કરશે અને બ્લ્યુ ક્રાંતિ અંતર્ગત પટણા ખાતે સહાયક 'ફિશ ઓન વ્હીલ્સ'ના બે એકમનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે.

 

પ્રધાનમંત્રી બિહારમાં પુસા ખાતે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીમાં વ્યાપક મત્સ્ય ઉત્પાદન ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. આ કેન્દ્ર, સીડ (બીજ) ઉત્પાદન ટેકનોલોજી અને માછલીઓ માટે ડેમોસ્ટ્રેશન યુનિટ ટેકનોલોજી, રેફરલ લેબોરેટરી અને નિદાન પરીક્ષણ જેવી સુવિધાઓની મદદથી મત્સ્ય ઉત્પાદનમાં વેગ આપવાની સુવિધા પૂરી પાડશે અને માછલી ઉછેરનારાઓની ક્ષમતા નિર્માણમાં પણ મદદ કરશે.

 

ગોપાલા એપ્લિકેશન

ઇ–ગોપાલા એક વિશાલ પરિપ્રેક્ષ્યમાં પ્રજાતિ સુધારણા બજાર સ્થળ અને માહિતી પોર્ટલ છે જેનો ખેડૂતો સીધો જ ઉપયોગ કરી શકે છે. હાલમાં દેશમાં ખેડૂતો માટે આવું કોઇ જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી જે તમામ પ્રકારે (શુક્રાણું, ગર્ભ વગેરે) બીમારી મુક્ત જર્મપ્લાઝ્મની ખરીદી અને વેચાણ; ગુણવત્તાપૂર્ણ સંવર્ધન સેવાઓ (કૃત્રિમ ગર્ભાધાન, પશુપાલન પ્રાથમિક સારવાર, રસીકરણ, સારવાર વગેરે) સહિત પશુધનના વ્યવસ્થાપન અને પશુઓના પોષણ, યોગ્ય આયુર્વેદિક દવાઓ/ પશુ દવાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પશુઓની સારવાર માટે ખેડૂતોને માર્ગદર્શન માટે માહિતી પૂરી પાડે. ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ અને તેમના વિસ્તારમાં શરૂ કરવામાં આવતી ઝુંબેશો અંગે સૂચના (જેમકે રસીકરણ માટેની તારીખ, ગર્ભાવસ્થા નિદાન, વાછરડાં સંબંધિત સૂચના) આપવા માટે કોઇ જ વ્યવસ્થાતંત્ર ઉપલબ્ધ નથી. ઇ–ગોપાલા એપ્લિકેશન ખેડૂતોને આ તમામ પાસાઓ માટે યોગ્ય ઉકેલો પૂરાં પાડશે.

 

પશુ પાલન ક્ષેત્ર સંબંધિત અન્ય ઉદ્ઘાટનો

પ્રધાનમંત્રી સીમેન સ્ટેશન (શુક્રાણુ કેન્દ્ર)નું ઉદ્ઘાટન કરશે જ્યાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ હશે. બિહારના પુર્ણિયામાં રૂ. 84.27 કરોડના રોકાણ સાથે બિહાર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી 75 એકર જમીન પર રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત આ સીમેન સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. સરકારી ક્ષેત્રમાં આ સૌથી મોટા સીમેન સ્ટેશનમાંથી એક છે જેની ક્ષમતા વાર્ષિક 50 લાખ સીમેન ડોઝના ઉત્પાદનની છે. આ સીમેન સ્ટેશન પણ બિહારમાં સ્વદેશી પ્રજાતિઓના વિકાસ અને સંરક્ષણ માટે નવું પરિમાણ આપશે અને પૂર્વીય તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં સીમેનના ડોઝની માંગ પૂરી કરશે.

 

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત પટણામાં પશુ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે સ્થાપિત કરવામાં આવેલી IVF લેબોરેટરીનું પણ ઉદ્ઘાટન કરશે. સમગ્ર દેશમાં 100% અનુદાન દ્વારા 30 ETT અને IVF લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. આ લેબોરેટરીઓ સ્વદેશી પ્રજાતિના ઉંચી શ્રેષ્ઠ પ્રજાતિના પશુઓની વૃદ્ધિ કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તે પ્રકારે દૂધ ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં પણ અનેકગણો વધારો થશે.

 

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત બિહારમાં બેગુસરાઇ જિલ્લામાં બર્નોઇ દૂધ સંઘ દ્વારા કૃત્રિમ ગર્ભાધાનમાં જાતિગત વર્ગીકૃત શુક્રાણુના ઉપયોગનો પણ પ્રારંભ કરાવશે. AIમાં જાતિગત વર્ગીકૃત શુક્રાણુનો ઉપયોગ કરવાથી, માત્ર માદા વાછરડાંનો જન્મ કરાવી શકાશે (90% કરતાં વધારે ચોક્કસાઇ સાથે). આનાથી દેશમાં દૂધના ઉત્પાદનનો દર બમણો કરવામાં સહાયતા મળશે. પ્રધાનમંત્રી ખેડૂતોના ઘર આંગણે IVFના ડેમોસ્ટ્રેશનનો પણ પ્રારંભ કરાવશે. આનાથી સારી ઉપજ આપતા પ્રાણીની સંખ્યામાં ઝડપી દરે અનેકગણો વધારો કરવા માટે ટેકનોલોજીનો પ્રસાર થઇ શકશે કારણ કે ટેકનોલોજીના ભરપૂર ઉપયોગથી તેઓ વર્ષમાં 20 બચ્ચાને જન્મ આપી શકશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.