Quoteઆ યોજના પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો અને કૌશલ્ય પ્રદાન કરવા માટે પીએમના વિઝનમાંથી પ્રેરણા મેળવી છે
Quote'પીએમ વિશ્વકર્મા'ને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે
Quote'પીએમ વિશ્વકર્મા' ની વિશાળ શ્રેણી - જે અઢાર હસ્તકલાને આવરી લેશે
Quoteવિશ્વકર્માને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે
Quoteવિશ્વકર્માને કૌશલ્ય અપગ્રેડ કરવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પણ આપવામાં આવશે

વિશ્વકર્મા જયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે "પીએમ વિશ્વકર્મા" નામની નવી યોજના લોન્ચ કરશે.

પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ ફોકસ માત્ર કારીગરો અને કસબીઓને આર્થિક રીતે ટેકો આપવાની ઇચ્છાથી પ્રેરિત છે પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા ખીલી ઉઠે એવો ઈરાદો પણ છે.

પીએમ વિશ્વકર્માને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ, વિશ્વકર્મા બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા વિના મૂલ્યે નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સાથે સંકળાયેલ કૌશલ્ય અપગ્રેડેશન, ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન, ₹1 લાખ (પ્રથમ હપ્તા) અને ₹2 લાખ (બીજા હપ્તા) સુધીની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સપોર્ટ, 5% ના રાહત દર, ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગુરુ-શિષ્ય પરમ્પરા અથવા વિશ્વકર્માઓ દ્વારા તેમના હાથ અને સાધનો વડે કામ કરતા પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે. પીએમ વિશ્વકર્માનું મુખ્ય ધ્યાન ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે તેની ખાતરી કરવા પર છે.

આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને કસબીઓને સહાય પૂરી પાડશે. પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલા આવરી લેવામાં આવશે. આમાં (i) સુથાર; (ii) બોટ મેકર; (iii) આર્મરર; (iv) લુહાર ; (v) હેમર અને ટૂલ કીટ મેકર; (vi) લોકસ્મિથ; (vii) સુવર્ણકાર; (viii) કુંભાર; (ix) શિલ્પકાર, પથ્થર તોડનાર; (x) મોચી (જૂતા/ચંપલનો કારીગર); (xi) મેસન (રાજમિસ્ત્રી); (xii) બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર; (xiii) ડોલ અને ટોય મેકર (પરંપરાગત); (xiv) વાળંદ; (xv) માળા બનાવનાર; (xvi) વોશરમેન; (xvii) દરજી; અને (xviii) ફિશિંગ નેટ મેકરનો સમાવેશ થાય છે.

 

  • Jitendra Kumar May 19, 2025

    🙏🙏
  • Vívek Paturakar March 28, 2024

    viswakarma yojana sabhi ko di jarahi par isaka labh karagiro ko nahi mil raha ho karagiro nahi o labh utha rahe or karagiro ke hat kuch nahi aa raha is yojana ki barakai se jyach kare
  • Babla sengupta December 31, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 09, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • Tilwani Thakurdas Thanwardas November 12, 2023

    दीपावली की की शुभकामनाएं देते हैं👌👌👌👌👌
  • Tilwani Thakurdas Thanwardas November 11, 2023

    तेलंगाना राज्य में सफेद राशन कार्ड धारकों को लेकर के कहना है कि इनको आप जितना लाभ देंगे तो आपके वोट में भी बहुत हिजाबे होने की संभावना रहती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 10, 2023

    मोदीजी का मकसद है कि देश में से गरीबी रेखा के रहने वाले लोगों को भी ऐसे स्थान पर लाना है जिससे वह भी भूलें की गरीबी होती किया चीज़ है👍👍👍👍👍👍👍👍इसलिए उन्हें 5 साल के लिए राशन वितरण किया जा रहा है कि वह लोग कुछ रकम जमा करने में सख्यम हो सकता है👌👌👌👌👌👌👌👌👌👌
  • Tilwani Thakurdas Thanwardas November 09, 2023

    विरोधियों में किसी के पास भी इतना सा भी दम नहीं है कि मोदीजी का मुकाबला करने में सख्यम हो👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 09, 2023

    देश सेवा सीखनी है तो वह सिर्फ मोदीजी से सीखी जा सकती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍
  • Tilwani Thakurdas Thanwardas November 08, 2023

    विदेश जो भी काला धन है अब वह एक देश से दूसरे देश में घूमने में लगा हुआ है और मोदीजी की नज़रों में आते जा रही है और 2024 के बाद में ही एक बम की तरह फट सकता है और वापस लाने में कोई भी तकलीफ नहीं हो सकती है👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Data centres to attract ₹1.6-trn investment in next five years: Report

Media Coverage

Data centres to attract ₹1.6-trn investment in next five years: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 જુલાઈ 2025
July 10, 2025

From Gaganyaan to UPI – PM Modi’s India Redefines Global Innovation and Cooperation