પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જાન્યુઆરી,2020ના રોજ 49‘પ્રધાનમંત્રીરાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020’ના વિજેતા બાળકોને મળશે અને એમની સાથે વાતચીત કરશે
આ49 પુરસ્કાર વિજેતાઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, મણિપુર અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
આ બાળકોને કલા અને સંસ્કૃતિ, નવીનતા, શિક્ષણ, સમાજસેવા, રમત-ગમત અને બહાદુરી ક્ષેત્રમાં પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
ભારત સરકાર બાળકોને રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંના એક તરીકે સ્વીકારે છે. તેમની આશાઓ અને આકાંક્ષાઓને સ્વીકારવામાં આવશે અને તેમની સિદ્ધિઓને પુરસ્કૃત કરવામાં આવશે
તેમ છતાં દરેક બાળક અનમોલ છે અને તેની સિદ્ધિઓની પ્રશંસા કરવી જોઈએ, પણ કેટલાક એવા છે કે જેમની સિદ્ધિઓ ઘણા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
આથી જ સરકાર વિવિધ ક્ષેત્રોમાં આપણા બાળકોની અસાધારણ સિદ્ધિઓને બિરદાવવા માટે દર વર્ષે આ પુરસ્કાર આપે છે.
નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, સમાજસેવા, કલા અને સંસ્કૃતિ, રમતગમત અને બહાદુરી જેવા ક્ષેત્રોમાં અપવાદરૂપ સિદ્ધિ મેળવનાર કોઈપણ બાળક પુરસ્કાર માટે અરજી કરી શકે છે. ઉપરાંત, કોઈપણ વ્યક્તિ કે જે કોઈ બાળકની સરાહનીય સિદ્ધિ વિશે જાણે છે, તે એ બાળકને પુરસ્કાર માટે ભલામણ કરી શકે છે. દરેક આવેદન પર કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી એક ઉચ્ચ સ્તરીય સમિતિ વિજેતાઓની પસંદગી કરે છે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે ગઈકાલે 22 જાન્યુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કર્યા હતા.
‘એટ હોમ’માં આદિવાસી કલાકારો, એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો અને ટેબલો કલાકારો સાથે
પ્રધાનમંત્રી 24 જાન્યુઆરી, 2020 ના રોજ ‘એટ હોમ’ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેવા જઈ રહેલા 1730 થી વધુ આદિવાસી કલાકારો, એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો અને ટેબલો કલાકારો સાથે પણ વાતચીત કરશે.