પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબર. 2020ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 કલાકે નીતિ  આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી વૈશ્વિક ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કરશે.

ભારત સમગ્ર દુનિયામાં ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઇલના વપરાશકાર અને ચોથા સૌથી મોટા LNG આયાતકાર તરીકે વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દેશ છે. વૈશ્વિક ઓઇલ અને ગેસ મૂલ્ય શ્રૃંખલામાં એક નિષ્ક્રિય વપરાશકારમાંથી એક સક્રિય અને પોતાના સ્થાનનું વજન ધરાવનાર હિતધારક તરીકે પહોંચવાની ભારતની જરૂરિયાતને સમજીને, નીતી આયોગે વૈશ્વિક ઓઇલ અને ગેસ CEOની ભારતના આદરણીય પ્રધાનમંત્રી સાથે પ્રથમ ગોળમેજી બેઠક 2016માં યોજી હતી.

આ કાર્યક્રમની વૃદ્ધિ સ્પષ્ટ હતી કારણ કે અંદાજે 45-50 વૈશ્વિક CEO અને મુખ્ય હિતધારકો કે જેઓ વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રને આકાર આપે છે તેઓ આદરણીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરવા અને સમસ્યાઓ તેમજ તકો અંગે ચર્ચા કરવા માટે દર બીજા વર્ષે જોડાતા રહ્યા છે. વાર્ષિક વૈશ્વિક CEOના વાર્તાલાપનો પ્રભાવ જેમાં તેઓ કામ કરે છે તેમાં ચર્ચાની મહત્તા, સૂચનોની ગુણવત્તા અને ગંભીરતામાં જોવા મળ્યો.

નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલો આ પાંચમો કાર્યક્રમ છે. મુખ્ય ઓઇલ અને ગેસ કંપનીઓના લગભગ 45 CEO આ વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

આ બેઠક પાછળનો મૂળ હેતુ શ્રેષ્ઠ આચરણો સમજવા માટે, સુધારાઓની ચર્ચા કરવા માટે અને ભારતીય ઓઇલ તેમજ ગેસ મૂલ્ય શ્રૃંખલામાં રોકાણોમાં વૃદ્ધિ કરવા માટે વ્યૂહનીતિઓ અંગે માહિતી પૂરી પાડવા માટે વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે. આ વાર્ષિક વાર્તાલાપ તબક્કાવાર માત્ર બૌદ્ધિક ચર્ચાઓ માટે જ નહીં પરંતુ કાર્યકારી પગલાં માટે પણ સૌથી મહત્વપૂર્ણ મિલનમાંથી એક બની ગયો. દુનિયામાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર ભારતના ઉદયની સાથે સાથે આ કાર્યક્રમનું કદ પણ વધ્યું, જે અંતર્ગત 2030 સુધીમાં વધતી માંગને પહોંચી વળવા માટે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 300 અબજ અમેરિકી ડૉલરથી વધુ રોકાણ આવવાની સંભાવના જોવાઇ રહી છે.

પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી તેમજ સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ પ્રસંગે પ્રારંભિક સંબોધન આપશે. પ્રારંભિક સંબોધન પછી ઓઇલ અને ગેસ ક્ષેત્રનું વિહંગાવલોકન કરાવતું અને ભારતીય ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં મહત્વાકાંક્ષાઓ તેમજ તકોનું વર્ણન કરતું વ્યાપક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

ત્યારબાદ વૈશ્વિક CEO અને નિષ્ણાંતો સાથે વાર્તાલાપના સત્રનો પ્રારંભ થશે. મુખ્ય વૈશ્વિક ઓઇલ અને ગેસ હિતધારકો જેમ કે, અબુધાબી રાષ્ટ્રીય ઓઇલ કંપની (ADNOC)ના CEO અને UAEના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી આદરણીય ડૉ. સુલતાન અહેમદ અલ જાબેર, કતારના ઉર્જા બાબતોના રાજ્યમંત્રી, કતાર પેટ્રોલિયમના નાયબ ચેરમેન, પ્રેસિડેન્ટ અને CEO આદરણીય સાદશેરીદા અલ-કાબી, ઑસ્ટ્રિયા OPECના મહાસચિવ આદરણીય મોહમ્મદ સાનુસી બાર્કીન્ડો આ ચર્ચા સત્રનું નેતૃત્વ સંભાળશે તેમજ ઓઇલ અને ગેસ ક્ષેત્ર અંગે પોતાના ઇનપુટ્સ આપશે.

રશિયાના રોસનેફ્ટના ચેરમેન અને CEO ડૉ. ઇગોર સેચીન, ફ્રાન્સના ટોટલ એસ.એ.ના ચેરમેન અને CEO શ્રી પેટ્રિક પૌયાને, વેદાંતા રિસોર્સિસ લિમિટેડના ચેરમેન શ્રી અનિલ અગ્રવાલ, RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણી, ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના કાર્યકારી નિદેશક ડૉ. ફેઇથ બિરોલ, સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચના મહાસચિવ શ્રી જોસેફ મેક મોનિગલ અને GECFના મહાસચિવ યુરી સેન્ચુરિન આદરણીય પ્રધાનમંત્રીને પોતાના ઇનપુટ્સ આપશે. મુખ્ય ઓઇલ અને ગેસ કંપનીઓ જેમ કે, લેઓન્ડેલ બાસેલ, ટેલૌરિઆન, સ્લમ્બરગર, બાકેર હગ્સ, JERA, એમર્સન એન્ડ X-કોલ, ભારતીય ઓઇલ અને ગેસ કંપનીઓના CEO અને નિષ્ણાતો તેમના દૃષ્ટિકોણ રજૂ કરશે.

આ પહેલાં પ્રધાનમંત્રી હવે ચોથા વર્ષમાં આવી ગયેલા CERA સપ્તાહ દ્વારા ભારત ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે. મહત્વપૂર્ણ માહિતી, એનાલિટિક્સ અને ઉકેલોમાં વૈશ્વિક અગ્રણી HIS માર્કિટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાદેશિક ઉર્જા કંપનીઓ, ઉર્જા સંબંધિત ઉદ્યોગ, સંસ્થાઓ અને સરકારો સહિત ભારત અને 30થી વધુ દેશોમાંથી એક હજાર કરતા વધુ પ્રતિનિધિઓના સમુદાય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓના સમૂહને બોલાવવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહના વક્તાઓમાં સામેલ છે:

  • આદરણીય અબ્દુલ અઝીઝ બીન સુલેમાન અલ સાઉદ – સાઉદી અરેબિયા રાષ્ટ્રના ઉર્જા મંત્રી અને
  • ડેન બ્રુઇલેટ – યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઉર્જા સેક્રેટરી
  • ડૉ. ડેનિઅલ યેર્ગીન – HIS માર્કિટના ચેરમેન, CERA સપ્તાહના ચેરમેન

ભારત ઉર્જા મંચ દરમિયાન આવરી લેવામાં આવનારા મુખ્ય મુદ્દામાં સામેલ છે: ભારતની ભાવિ ઉર્જા માંગ પર મહામારીનો પ્રભાવ; ભારતના આર્થિક વિકાસ માટે પુરવઠો સુરક્ષિત કરવો; ઉર્જા રૂપાંતરણ અને આબોહવા એજન્ડાનું ભારત માટે શું મહત્વ છે; ભારતના ઉર્જા મિક્સમાં કુદરતી વાયુ: આગળનો માર્ગ શું છે; રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ: વ્યૂહનીતિ વચ્ચે સિલક; નવાચારની ગતિ: જૈવ-ઇંધણ, હાઇડ્રોજન, CCS, વિદ્યુત વાહનો અને ડિજિટલ રૂપાંતરણ અને; બજાર અને નિયમનકારી સુધારા: આગળ શું?

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy

Media Coverage

From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 ડિસેમ્બર 2024
December 31, 2024

India in 2024 – Citizens Appreciate PM Modis efforts to ensure Viksit Bharat