પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
સ્વામિત્વ યોજના વિશે
સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસાહતી વિસ્તારોના રહેવાસીઓને મિલકત અધિકારો પૂરો પાડવાનો છે. આ યોજના શહેરી વિસ્તારોની જેમ લોન અને અન્ય નાણાકીય લાભો માટે ગ્રામજનો દ્વારા નાણાકીય સંપત્તિ તરીકે મિલકતનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો કરશે. તેનો હેતુ નવીનતમ સર્વેક્ષણ ડ્રોન-ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વસતી જમીનોનું સીમાંકન કરવાનો છે. આ યોજનાએ દેશમાં ડ્રોન ઉત્પાદનની ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપ્યું છે.
मध्य प्रदेश के ग्रामीण क्षेत्रों के हजारों लोग कल ई-प्रॉपर्टी कार्ड के साथ अपनी संपत्ति का मालिकाना हक प्राप्त करेंगे। दोपहर 12.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए ऐसे कई लाभार्थियों से संवाद का सुअवसर भी मिलेगा। https://t.co/YhjIzBhaWb
— Narendra Modi (@narendramodi) October 5, 2021