પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓની આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજના 1 જૂન, 2020ના રોજ કોવિડ –19 દ્વારા અસરગ્રસ્ત, ગરીબ શેરી વિક્રેતાઓને આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આજદિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 24 લાખથી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 12 લાખથી વધુ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 5.35 લાખ જેટલી લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 6 લાખથી વધુ અરજીઓ નોંધવામાં આવી છે. જેમાંથી લગભગ 3.27 લાખને મંજૂરી આપવામાં આવી છે અને 1.87 લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશમાંથી યોજનાના તમામ લાભાર્થીઓ આ સંવાદના સાક્ષી બનશે. તેનું ડીડી ન્યૂઝ ઉપર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.