પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે ઈન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાન આપવાનું વડાપ્રધાનનું વિઝન રહ્યું છે. આ વિઝનને અનુરૂપ, સેમિકોન ઈન્ડિયા 2024નું આયોજન 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન “શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર” થીમ સાથે કરવામાં આવી રહ્યું છે.
11 થી 13 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ દર્શાવવામાં આવશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાની કલ્પના કરે છે. તે વૈશ્વિક સેમિકન્ડક્ટર જાયન્ટ્સના ટોચના નેતૃત્વની ભાગીદારીનું સાક્ષી બનશે અને વૈશ્વિક નેતાઓ, કંપનીઓ, સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એકસાથે લાવશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓની ભાગીદારી જોવા મળશે.