પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 માર્ચ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘મેરિટાઇમ ભારત સંમેલન 2021’નું ઉદ્ઘાટન કરશે.
મેરિટાઇમ ભારત સંમેલન 2021 વિશે
મેરિટાઇમ ભારત શિખર મંત્રણા 2021નું આયોજન બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના ઉપક્રમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ www.maritimeindiasummit.in પર 2 માર્ચથી 4 માર્ચ 2021 દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
આ સંમેલનમાં ભારતના સમુદ્રી ક્ષેત્ર માટે આગામી દાયકા માટે ભાવિ માર્ગની રૂપરેખાની પરિકલ્પના કરવામાં આવશે અને વૈશ્વિક સમુદ્રી ક્ષેત્રમાં ભારતને અગ્ર મોરચે લઇ જવાની દિશામાં કામ કરવામાં આવશે. કેટલાક દેશોના પ્રતિષ્ઠિત વક્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો અને રોકાણોની સંભાવના અંગે અન્વેષણ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ત્રણ દિવસીય સંમેલનમાં ડેન્માર્ક ભાગીદાર દેશ છે.