પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 મે 2022ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ - ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે.
ભારત ડ્રોન મહોત્સવ 2022 એ બે દિવસીય કાર્યક્રમ છે અને તે 27 અને 28 મેના રોજ યોજાઈ રહ્યો છે. મહોત્સવમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, PSUs, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સ વગેરેના 1600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રદર્શનમાં 70થી વધુ પ્રદર્શકો ડ્રોનના ઉપયોગના વિવિધ કેસ પ્રદર્શિત કરશે. મહોત્સવમાં ડ્રોન પાયલોટ પ્રમાણપત્રો, પ્રોડક્ટ લોંચ, પેનલ ચર્ચાઓ, ફ્લાઈંગ ડેમોસ્ટ્રેશન, મેડ ઈન ઈન્ડિયા ડ્રોન ટેક્સી પ્રોટોટાઈપનું પ્રદર્શન વગેરેના વર્ચ્યુઅલ એવોર્ડ પણ જોવા મળશે.