પ્રધાનમંત્રીના 5F વિઝન, ભારત ટેક્સ 2024માંથી પ્રેરણા લઈને સંપૂર્ણ ટેક્સટાઇલ્સ વેલ્યુ ચેઇન પર ધ્યાન કેન્દ્રિત
100થી વધુ દેશોની ભાગીદારી સાથે, તે દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંનો એક છે
આ ઇવેન્ટની કલ્પના વેપાર અને રોકાણને વેગ આપવા અને ટેક્સટાઇલ સેક્ટરમાં નિકાસ વધારવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:30 કલાકે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનાર સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંનો એક ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કરશે.

ભારત ટેક્સ 2024નું આયોજન 26-29 ફેબ્રુઆરી, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમમાં ફાઇબર, ફેબ્રિક અને ફેશન ફોકસ મારફતે યુનિફાઈડ ફાર્મથી લઈને ફોરેન સુધીનો સમાવેશ થાય છે, જે સમગ્ર ટેક્સટાઇલ્સ વેલ્યુ ચેઇનને આવરી લે છે. તે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારતની કુશળતા પ્રદર્શિત કરશે અને વૈશ્વિક ટેક્સટાઇલ પાવરહાઉસ તરીકે ભારતની સ્થિતિને પ્રતિપાદિત કરશે.

11 ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કન્સોર્ટિયમ દ્વારા આયોજિત અને સરકાર દ્વારા સમર્થિત, ભારત ટેક્સ 2024 વેપાર અને રોકાણના બે સ્તંભો પર બનાવવામાં આવ્યું છે, જેમાં ટકાઉપણું પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચાર દિવસની ઇવેન્ટમાં 65થી વધુ જ્ઞાન સત્રો દર્શાવવામાં આવશે, જેમાં 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ્સ આ ક્ષેત્રને સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે. તેમાં સ્થિરતા અને સર્ક્યુલરિટી પર સમર્પિત પેવેલિયન, 'ઇન્ડી હાટ', ઇન્ડિયન ટેક્સટાઇલ્સ હેરિટેજ, સસ્ટેઇનેબિલિટી અને ગ્લોબલ ડિઝાઇન્સ જેવી વિવિધ થીમ્સ પર ફેશન પ્રેઝન્ટેશન તેમજ ઇન્ટરેક્ટિવ ફેબ્રિક ટેસ્ટિંગ ઝોન અને પ્રોડક્ટ ડેમોન્સ્ટ્રેશન પણ હશે.

ભારત ટેક્સ 2024માં ટેક્સટાઇલના વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો અને ટેક્સટાઇલ કામદારો ઉપરાંત નીતિનિર્માતાઓ અને વૈશ્વિક સીઇઓ, 3,500થી વધુ એક્ઝિબિટર્સ, 100થી વધુ દેશોના 3,000થી વધુ ખરીદદારો અને 40,000થી વધુ બિઝનેસ વિઝિટર્સની ભાગીદારી જોવા મળશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન 50થી વધારે જાહેરાતો અને એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા સાથે, ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોકાણ અને વેપારને વધુ વેગ આપવા અને નિકાસને વેગ આપવા માટે મદદ રૂપ થવાની કલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના વિઝનને આગળ ધપાવવા માટેનું આ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi