પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં સોમનાથ પ્રોમેનેડ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને પુનઃનિર્મિત (જૂનું) સોમનાથ મંદિર પરિસર સામેલ છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી પાર્વતી મંદિરની આધારશિલા પણ રાખશે.
સોમનાથ પ્રોમેનેડને પ્રસાદ (તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન) યોજના અંતર્ગત 47 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચથી વિકસિત કરાયું છે. પ્રવાસી સુવિધા કેન્દ્રના પરિસરમાં વિકસિત સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ખંડિત હિસ્સાઓ અને જૂના સોમનાથની નાગર શૈલીની મંદિર વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરે છે.
જૂના સોમનાથના પુનઃનિર્મિત મંદિર પરિસરને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3.5 કરોડ રૂપિયાના પરિવ્યય સાથે સંપન્ન કરાયું છે. આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કેમકે તેને ઈન્દોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હતું, જ્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે જુનું મંદિર ખંડેર સ્વરૂપમાં હતું. તીર્થયાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિર પરિસરનો સમગ્ર રીતે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.
શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ 30 કરોડ રૂપિયાના કુલ પરિવ્યય સાથે કરવાનો પ્રસ્તાવ છે. તેમાં સોમપુરા સલાટ શૈલીમાં મંદિર નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ સામેલ છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી પણ ઉપસ્થિત રહેશે.