પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 સપ્ટેમ્બર, 2020ના રોજ USISPF ના ત્રીજા વાર્ષિક ભાગીદારી શિખર સંમેલનમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય સંબોધન કરશે
યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ) એ એક બિન-નફાકારક સંસ્થા છે જે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માટે કામ કરે છે.
31 ઓગસ્ટથી શરૂ થયેલા 5 દિવસીય શિખર સંમેલનની થીમ છે- “યુ.એસ.-ઇન્ડિયા નેવિગેટીંગ ન્યૂ ચેલેન્જીસ”.
વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની ભારતની સંભાવના, ભારતના ગેસ માર્કેટમાં તકો, ભારતમાં એફડીઆઈ આકર્ષવા માટે વ્યાપાર કરવાની સરળતા, ટેક સ્પેસમાં સામાન્ય તકો અને પડકારો, ઇન્ડો-પેસિફિક આર્થિક મુદ્દાઓ, જાહેર આરોગ્યમાં નવીનતા અને અન્ય વિવિધ વિષયોનો થીમ સમવેશ થાય છે.
આ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે.