વિજયા દશમીના શુભ અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2021ના રોજ બપોરે લગભાગ 12.10 વાગ્યે સાત નવી સંરક્ષણ કંપનીઓ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો સંબોધન કરશે.
આ પ્રસંગે સંરક્ષણ મંત્રી, સંરક્ષણ રાજ્યમંત્રી અને સંરક્ષણ ઉદ્યોગ સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
7 નવી સંરક્ષણ કંપનીઓ વિશે
સરકારે દેશની સંરક્ષણ તૈયારીઓમાં આત્મનિર્ભરતામાં સુધારાના ઉપાય તરીકે શસ્ત્ર નિર્માણ બોર્ડને સરકારી વિભાગમાંથી સાત 100% સરકારી માલિકીની કોર્પોરેટ સંસ્થાઓમાં બદલવાનો નિર્ણય કર્યો છે. આ કદમ વધેલી કાર્યાત્મક સ્વાયત્તતા, દક્ષતા લાવશે અને નવી વિકાસ ક્ષમતા અને નવાચારને ઉજાગર કરશે.
સાત નવી સંરક્ષણ કંપનીઓને કાર્યરત કરવામાં આવી એ આ પ્રમાણે છેઃ મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (એમઆઈએલ), આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ (અવનિ), એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ (એડબલ્યુઈ ઈન્ડિયા), ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ (ટીસીએલ), યંત્ર ઈન્ડિયા લિમિટેડ (વાયઆઈએલ), ઈન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ (આઈઓએલ) અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ (જીઆઈએલ).