પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડેને સાંસ્કૃતિક ચીજવસ્તુઓની ચોરી, ગેરકાયદેસર વેપાર અને દાણચોરીને અટકાવવા તેમના પ્રયાસોને મજબૂત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ 157 ચીજવસ્તુઓની યાદીમાં ઇ.સ 10મી સદીની અડદિયા પત્થરમાં રેવાન્તાની દોઢ મીટરની બાસ રીલિફ પેનલથી લઈને ઇ.સ. 12મી સદીની 8.5 મીટર ઊંચી કાંસ્યની નટરાજની પ્રતિમા સામેલ છે. આ ચીજવસ્તુઓમાંથી મુખ્યત્વે ઇ.સ. 11મી સદીથી ઇ.સ. 14મી સદીના ગાળાની છે તેમજ ઇ.સ. પૂર્વે 2000ની તાંબાની માનવાકૃતિઓ કે ઇ.સ. બીજી સદીમાંથી માટીની મૂર્તિઓ જેવી ઐતિહાસિક કળાકૃતિઓ છે. આશરે 45 પ્રાચીન ચીજવસ્તુઓનો સંબંધ ઇ.સ. પૂર્વેના યુગ સાથે સંબંધિત છે.
જ્યારે અડધોઅડધ કળાકૃતિઓ (71) સાંસ્કૃતિક છે, તો અન્ય અડધોઅડધ કૃળાકૃતિઓ પ્રતિમાઓની છે, જે હિંદુ (60), બૌદ્ધ (16) અને જૈન (9) સાથે સંબંધિત છે.
આ કળાકૃતિઓ ધાતુઓ, પત્થર અને માટીની છે. કાંસ્ય કળાકૃતિઓમાં મુખ્યત્વે લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ પાર્વતી અને 24 જૈન તીર્થંકરની સુપ્રસિદ્ધ મુદ્રા ધરાવતી અલંકૃત પ્રતિમાઓ તેમજ ઓછી જાણીતી કંકાલમૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેશની પ્રતિમાઓ સામેલ છે. આ ઉપરાંત અન્ય નામ ન ધરાવતા દેવીદેવતાઓ અને દૈવી પ્રતિમાઓ સામેલ છે.
આ કળાકૃતિઓમાં વિવિધ છાપો જોવા મળે છે, જેમાં હિંદુ દેવીદેવતાઓ સાથે સંબંધિત ધાર્મિક છાપો (ત્રણ શિશ ધરાવતા બ્રહ્મા, રથ પર સવાર સૂર્ય, વિષ્ણુ અને તેમના અર્ધાંગિની, દક્ષિણમૂર્તિ તરીકે શિવ, નૃત્ય કરતા ગણેશ વગેરે), બૌદ્ધ સંપ્રદાય સાથે સંબંધિત છાપો (ઊભા બુદ્ધ, બોધિસત્વ મંજૂશ્રી, તારા) અને જૈન ધર્મ સાથે સંબંધિત વિવિધ છાપો (જૈન તીર્થંકર, પહ્માસનમાં તીર્થકર, જૈન ચૌબિસી) તેમજ અન્ય છાપો (સમભંગમાં અનાકાર દંપતિ, ચૌરી વાહક, ડ્રમ વગાડતી મહિલા વગેરે) સામેલ છે.
એમાં 56 માટીની મૂર્તિઓ (વાસ ઇ.સ. બીજી સદી, ઇ.સ. 12મી સદીના હરણની જોડી, ઇ.સ. 14મી સદીની મહિલાની અર્ધપ્રતિમા અને ઇ.સ. 18મી સદીની મ્યાન સાથેની તલવાર, જેમાં ફારસી ભાષામાંગુરુ હરગોવિંદ સિંઘનાં નામનો ઉલ્લેખ ધરાવતી મ્યાન સાથેની તલવાર સામેલ છે.
આ દુનિયાભરમાંથી પ્રાચીન કળાકૃતિઓ અને ચીજવસ્તુઓ પરત લાવવાના મોદી સરકારના પ્રયાસોનો ભાગ છે.