પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે તેઓ એક સંબોધન પણ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને એનએચઆરસીના અધ્યક્ષ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) વિશે
માનવ અધિકારોના પ્રોત્સાહન અને રક્ષણ માટે 12 ઓક્ટોબર, 1993ના રોજ માનવ અધિકાર સુરક્ષા 1993 હેઠળ એનએચઆરસીની સ્થાપના કરવામાં આવી હતી. આયોગ માનવ અધિકારોના ઉલ્લંઘનના કોઈપણ પ્રકારનું ધ્યાન રાખે છે, પૂછપરછ કરે છે અને માનવાધિકારના ઉલ્લંઘનના કેસોમાં, ભોગ બનનારને વળતર ચૂકવવા, ગેરમાર્ગે દોરનારા સરકારી કર્મચારીઓ સામે અન્ય ઉપચારાત્મક અને કાનૂની પગલાં માટે જાહેર સત્તાવાળાઓને ભલામણ કરે છે.
At 11 AM tomorrow, 12th October, will address the 28th NHRC Foundation Day programme. The NHRC plays an important role in our nation in protecting the human rights and dignity of the marginalised.
— Narendra Modi (@narendramodi) October 11, 2021