પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી, 2021ના રોજ વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને સંબોધિત કરશે. માનવતાના ભલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને – પ્રધાનમંત્રી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વિશે બોલશે, જેમાં સત્રમાં વિશ્વભરના 400 થી વધુ ઉદ્યોગિક નેતાઓ ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સીઈઓ સાથે વાતચીત પણ કરશે.
દાવોસ સંવાદ એજન્ડા, કોવિડ વિશ્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગ્રેટ રીસેટ પહેલના પ્રારંભને ચિહ્નિત કરે છે.