પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષક પર્વના પ્રથમ સંમેલનને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગત્યની પહેલોનો પણ શુભારંભ કરશે.
પ્રધાનમંત્રી ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (શ્રવણમાં અસમર્થ લોકો માટે ઓડિયો અને ટેક્સ્ટ એમ્બેડેડ સાંકેતિક ભાષા વીડિયો, યુનિવર્સલ ડિઝાઈન ઓફ લર્નિંગને અનુરૂપ) બોલતા પુસ્તકો (ટોકિંગ બુક્સ, પ્રજ્ઞાચક્ષુઓ માટે ઓડિયો પુસ્તકો), સીબીએસઈનું સ્કૂલ ક્વોલિટી એસ્યોરન્સ અને એસેસમેન્ટ ફ્રેમવર્ક, નિષ્ઠા કે જે શિક્ષકો માટે નિપૂણ ભારત સંબંધિત તાલીમ કાર્યક્રમ છે તેમજ વિદ્યાંજલિ પોર્ટલ (શિક્ષણ સ્વયંસેવકો/દાતાઓ/સીએસઆર તરીકે શાળાના વિકાસમાં યોગદાન આપનારા) લોન્ચ કરશે.
‘શિક્ષક પર્વ-2021’નો વિષય “ગુણવત્તા અને સતત વિદ્યાલય: ભારતમાં વિદ્યાલયોથી જ્ઞાનપ્રાપ્તિ” છે. આ સંમેલન માત્ર તમામ સ્તરે શિક્ષણની નિરંતરતા જ સુનિશ્ચિત નહીં કરે પરંતુ દેશભરની શાળાઓમાં ગુણવત્તા, સમાવેશી પ્રથાઓ તથા સ્થાયીત્વમાં સુધારા માટે નવીન ઉપાયોને પ્રોત્સાહિત કરશે.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.