પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બર 2021ના રોજ નવી દિલ્હીની અશોક હોટેલમાં બપોરે 12 વાગ્યે ‘ક્રિએટિંગ સિનર્જી ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ’ વિષય પરના પરિષદના સમાપન સત્રને સંબોધશે.
નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા 17મી-18મી નવેમ્બર 2021ના રોજ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં મંત્રાલયો, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી પણ હાજર રહેશે.