પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની સ્થાપના 1948માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવી હતી. સંસ્થાએ વિસ્તરણ કર્યું છે અને હાલમાં સમગ્ર વિશ્વમાં 40 થી વધુ શાખાઓ ધરાવે છે, જે 25,000 થી વધુ વિદ્યાર્થીઓને શાળા, સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડે છે.