પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સેમિનાર 'સ્વવલંબન'ને સંબોધન કરશે.
આત્મનિર્ભર ભારતના મુખ્ય આધારસ્તંભ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી રહ્યું છે. આ પ્રયાસને આગળ વધારવા માટે, કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ‘સ્પ્રીન્ટ ચેલેન્જીસ’નું અનાવરણ કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગ રૂપે, NIIO, ડિફેન્સ ઈનોવેશન ઓર્ગેનાઈઝેશન(DIO) સાથે મળીને, ભારતીય નૌકાદળમાં ઓછામાં ઓછી 75 નવી સ્વદેશી તકનીકો/ઉત્પાદનોને સામેલ કરવાનો હેતુ ધરાવે છે. આ સહયોગી પ્રોજેક્ટનું નામ SPRINT (R&D માં પોલ-વોલ્ટિંગને iDEX, NIIO અને TDAC દ્વારા સપોર્ટ કરાયું છે)રખાયું છે.
સેમિનારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ભારતીય ઉદ્યોગ અને શિક્ષણવિદોને જોડવાનો છે. બે દિવસીય સેમિનાર (18-19 જુલાઈ) ઉદ્યોગ, એકેડેમિયા, સેવાઓ અને સરકારના નેતાઓને સંરક્ષણ ક્ષેત્ર માટે વિચારણા કરવા અને ભલામણો લાવવા માટે એક સામાન્ય મંચ પર એકસાથે આવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. ઇનોવેશન, સ્વદેશીકરણ, આર્મમેન્ટ અને એવિએશનને સમર્પિત સત્રો યોજાશે. સેમિનારનો બીજો દિવસ સાગર (પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ)ના સરકારના વિઝનને અનુરૂપ, હિંદ મહાસાગર પ્રદેશ સુધી પહોંચશે.