શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી માર્ચે સાંજે 4:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રીધામ ઠાકુરનગર, ઠાકુરબારી, પશ્ચિમ બંગાળ ખાતે માતુઆ ધર્મ મહા મેળા 2022ને સંબોધિત કરશે.
શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીએ આઝાદી પૂર્વેના યુગમાં અવિભાજિત બંગાળમાં ઉત્પીડિત, દલિત અને વંચિત લોકોની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના દ્વારા શરૂ કરાયેલ સામાજિક અને ધાર્મિક ચળવળ 1860માં ઓરકાંડી (હવે બાંગ્લાદેશમાં)થી શરૂ થઈ અને માતુઆ ધર્મની રચના તરફ દોરી ગઈ.
અખિલ ભારતીય મતુઆ મહાસંઘ દ્વારા 29મી માર્ચથી 5મી એપ્રિલ 2022 દરમિયાન માતુઆ ધર્મ મહા મેળા 2022નું આયોજન કરવામાં આવ્યું છે.