પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 11:15 વાગ્યે મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારોહ 2020મા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ, વિશ્વવિદ્યાલયના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સિન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, એમએલસી, કાનૂની અધિકારીઓ, જિલ્લા અધિકારીઓ, વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ કુલપતિઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહના ઓનલાઇન સાક્ષી બનશે.
વિશ્વવિદ્યાલય વિશે
મૈસુર વિશ્વવિદ્યાલયની સ્થાપના 27 જુલાઈ, 1916ના રોજ થઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ વિશ્વવિદ્યાલય હતી. વિશ્વવિદ્યાલયનું સૂત્ર છે 'નહીં જ્ન્નેના સદ્રીશમ' જેનો અર્થ છે 'જ્ઞાનની સમકક્ષ કંઈ નથી'. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના પૂર્વ રાજવી મૈસુરના સ્વપ્નદ્રષ્ટા મહારાજા, મહામહિમ શ્રી નલવાડી કૃષ્ણરાજા વાડીયાર અને તત્કાલીન દિવાન સર એમ.વી. વિશ્વેશ્વરાય દ્વારા કરવામાં આવી હતી.