પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ટપાલ ટિકિટનું પણ વિમોચન કરશે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ શ્રી સૈયદના મુફદ્દલ સૈફુદીન અને કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે.
એએમયુ વિશે
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 1920માં મોહમ્મડન એંગ્લો ઓરિએન્ટલ (એમએઓ) કોલેજને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો અપાવતા ભારતીય વિધાન પરિષદના અધિનિયમ દ્વારા યુનિવર્સિટી બની. એમએઓ કોલેજની સ્થાપના 1877માં સર સૈયદ અહમદ ખાને કરી હતી. ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં સ્થિત આ યુનિવર્સિટી 467.6 હેક્ટર જમીનમાં વિસ્તરેલ છે. મલપ્પુરમ (કેરળ), મુર્શિદાબાદ-જંગીપુર (પશ્ચિમ બંગાળ) અને કિશનગંજ (બિહાર) માં પણ તેના ત્રણ કેન્દ્રો છે.