PM Modi jointly inaugurate The ET Asian Business Leaders’ Conclave 2016 with Malaysian PM, Najib Razak
Under the leadership of Prime Minister Najib, Malaysia is moving towards its goal of achieving developed country status by 2020: PM
Close relations with Malaysia are integral to the success of our Act East Policy: PM
The 21st Century is the Century of Asia: PM
India is currently witnessing an economic transformation: PM
We have now become the 6th largest manufacturing country in the world: PM
We are now moving towards a digital and cashless economy: PM
India is currently buzzing with entrepreneurial activity like never before: PM
Our economic process is being geared towards activities which are vital for generating employment or self-employment opportunities: PM
India is not only a good destination. It’s always a good decision to be in India: PM

મહામહિમ્ન દાતો શ્રી મોહમ્મદ નાજીબ, મલેશિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી,

ઈકોનોમિક ટાઈમ્સના મેનેજમેન્ટના સભ્યો,

બિઝનેસ અગ્રણીઓ,

સન્નારીઓ અને સજ્જનો !

મલેશિયાના મહામહિમ્ન પ્રધાનમંત્રી સાથે ધી ઈકોનોમિક ટાઈમ્સ એશિયન બિઝનેસ લીડર્સ કોન્ક્લેવ 2016ના સંયુક્ત ઉદ્ઘાટનનો અવસર મળ્યો તેનો મને આનંદ છે.

ઈકોનોમિક ટાઈમ્સે આ કોન્ક્લેવ માટે કુઆલાલુમ્પુરની પસંદગી કરી એ બાબત વ્યાપાર અને વાણિજ્ય માટેના અગત્યના સ્થળ તરીકે મલેશિયાનું મહત્વ સાબિત કરે છે.

કોન્ક્લેવ માટે મારી શુભેચ્છાઓ !

મિત્રો.

મહામહિમ્ન પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ મલેશિયા વર્ષ 2020 સુધીમાં વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવાના તેના ધ્યેય તરફ અગ્રેસર છે.

વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના પડકારો ઝીલવા માટે પણ તેણે લવચીકતા દર્શાવી છે.

વિશાળ ભારતીય સમુદાયની હાજરી દ્વારા ભારત અને મલેશિયાના અનંત જોડાણો વધુ મજબૂત બન્યા છે.

આપણા ઐતિહાસિક જોડાણોનું તાજેતરનું ચિહ્ન કુઆલાલુમ્પુરની મધ્યે આવેલો તોરણ ગેટ છે, જે બે મહાન રાષ્ટ્રો અને બે મહાન સંસ્કૃતિઓને જોડે છે.

તાજેતરના સમયમાં આપણે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં મારા મલેશિયાના પ્રવાસ દરમિયાન આ વ્યૂહાત્મક જોડાણોનો વ્યાપ અનેક ક્ષેત્રોમાં ફેલાવ્યો હતો.

મલેશિયા સાથેના ઘનિષ્ઠ સંબંધો અમારી એક્ટ ઈસ્ટ પોલિસીની સફળતા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે.

પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ અને લાઈન ઑફ ક્રેડિટ સહિતના ભારતના પગલાથી ભારત-આસિયાન સહયોગને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.

મિત્રો.

આસિયાન દેશોના નેતાઓએ પ્રદેશના દેશો વચ્ચે વધુ સારા સંકલન માટે પ્રયત્નો આદર્યા છે.

એટલે, એશિયાના બિઝનેસ અગ્રણીઓને એક મંચ પર લાવવાનું આ પગલું અત્યંત સમયસરનું છે.

મેં અનેક પ્રસંગોએ કહ્યું છે કે એકવીસમી સદી એશિયાની સદી છે.

એશિયા, જ્યાં કામ કરવા માટે લોકો તત્પર છે, ઉત્પાદનો વાપરવા માટે ઘરો ઉત્સુક છે અને વિનમ્રતાભર્યા લોકો વસે છે.

વૈશ્વિક આર્થિક માહોલ પ્રતિકૂળ અને અનિશ્ચિત હોવા છતાં એશિયાના દેશોમાં વિકાસની સંભાવના આશાનું કિરણ બની રહી છે.

મિત્રો.

ભારત અત્યારે આર્થિક પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

એ માત્ર વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામી રહેલી વિશાળ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન નથી ધરાવતું, પરંતુ તેણે લીધેલા મહત્વપૂર્ણ પગલાઓ દ્વારા પણ તે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે :

– વેપાર કરવાનું સરળ બનાવ્યું

– શાસનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવ્યા

– નિયમનોનો બોજો હળવો બનાવાયો

અત્યારે, વ્યવસ્થામાંથી કાળા નાણાં અને ભ્રષ્ટાચાર દૂર કરવો એ મારા એજન્ડાની ઉચ્ચ પ્રાથમિકતામાં છે.

દેશમાં ડિજિટલ માધ્યમ દ્વારા નાણાંકીય વ્યવહારો અને જીએસટી દાખલ થયા પછી તરત આ પગલું ભરાયું છે.

વિવિધ સૂચકાંકો પર ભારતના વૈશ્વિક રેન્કિંગ્સ મારફતે અમારા પ્રયત્નોના પરિણામો જોઈ શકાય છે.

વિશ્વ બેન્કના વ્યાપાર કરવા અંગેના અહેવાલમાં ભારતનો રેન્ક ઊંચે ગયો છે.

વિશ્વમાં વ્યાપારની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ભારતની વ્યાપારની શ્રેષ્ઠ પદ્ધતિઓ વચ્ચેનું અંતર પણ ઝડપભેર ઘટી રહ્યું છે.

યુએનસીટીએડી દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2016માં વર્ષ 2016-18 માટે ટોચના સંભવિત યજમાન દેશોની યાદીમાં અમે ત્રીજા સ્થાને છીએ.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ 2015-16 અને 2016-17માં અમારો ક્રમ 32 સ્થાન કૂદાવી ગયો છે; ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2016માં અમે 16 સ્થાન અને વિશ્વ બેન્કના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ ઑફ 2016માં 19 સ્થાન આગળ નીકળી ગયા છીએ.

અમે સીધાં વિદેશી રોકાણો – એફડીઆઈ માટે નવા ક્ષેત્રો ખુલ્લા મૂક્યા છે અને હાલના ક્ષેત્રો માટે ટોચમર્યાદા વધારી છે.

સીધા વિદેશી રોકાણોની નીતિમાં મહત્વના સુધારા માટે અમારા સંગઠિત પ્રયાસો ચાલુ રહ્યા અને રોકાણ માટેની શરતો સરળ બનાવાઈ.

એના પરિણામો સહુ જોઈ શકે છે.

છેલ્લા અઢી વર્ષમાં કુલ સીધા વિદેશી રોકાણોનો પ્રવાહ વધીને 130 અબજ ડોલર નોંધાયો છે.

ગયા વર્ષે ઐતિહાસિક ઊંચા સીધા વિદેશી રોકાણો નોંધાયા હતા.

સીધા વિદેશી રોકાણોમાં ઈક્વિટીનો પ્રવાહ છેલ્લા બે નાણાંકીય વર્ષોમાં પાછલા બે નાણાંકીય વર્ષોની સરખામણીએ 52 ટકા જેટલો વધ્યો છે.

સીધા વિદેશી રોકાણોના સ્ત્રોતો અને ક્ષેત્રોમાં પણ ભારે વિવિધતા આવી રહી છે.

અમારી મેઇક ઈન ઈન્ડિયા પહેલનું આ વર્ષે બીજું વર્ષ ઉજવાયું, જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન અને નવિનીકરણના ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું ધ્યેય છે.

અમારી બીજી કેટલીક સિદ્ધિઓ પણ હું જણાવવા માગું છું :

અમે હવે વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ દેશ બન્યા છીએ.

વર્ષ 2015-16માં અમારા મેન્યુફેક્ચરિંગના ગ્રોસ વેલ્યુ એડેડમાં 9.3 ટકા જેટલો વિક્રમજનક વૃદ્ધિ નોંધાઈ છે.

છેલ્લા બે વર્ષોમાં 51 જેટલા કોલ્ડ ચેઈન પ્રોજેક્ટો સંપન્ન થયા છે અને વર્ષ 2014થી અત્યાર સુધીમાં છ મેગા ફૂડ પાર્કસ ખૂલ્યા છે ; છેલ્લા બે નાણાંકીય વર્ષોમાં 19 નવા ટેક્સટાઈલ પાર્કસને મંજૂરી અપાઈ છે અને હાલના ટેક્સટાઈલ પાર્કસમાં 200 નવા ઉત્પાદન એકમો ખૂલ્યા છે.

આ વર્ષે ભારતમાં મેન્યુફેક્ચર્ડ મોબાઈલ ફોનની સંખ્યામાં 90 ટકાનો ઉછાળો નોંધાયો છે;

ઓટો ક્ષેત્રમાં અગ્રણી વૈશ્વિક ખેલાડીઓએ વિવિધ નવી એસેમ્બ્લી લાઈન્સ અને ગ્રીનફિલ્ડ યુનિટ્સ સ્થાપ્યા છે.

મિત્રો.

ભારતમાં વેપાર, સરળ વ્યાપાર કરવાનું સુનિશ્ચિત કરવા માટેના અમારા પ્રયત્નો કાયદાકીય અને માળખાકીય સહિતના સર્વગ્રાહી અને વ્યાપક છે.

મને એ જણાવતા આનંદ થાય છે કે :

ગૂડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ માટે બંધારણીય સુધારાને મંજૂરી મળી છે.

વર્ષ 2017માં એના અમલીકરણની સંભાવના છે.

અમે ડિજિટલ અને કેશલેસ ઈકોનોમી તરફ અગ્રેસર છીએ.

અમારી પરવાના પદ્ધતિને મોટા પાયે તર્કસંગત બનાવાઈ છે.

બિઝનેસની નોંધણી, એક્ઝિમ અંગેની મંજૂરીઓ અને શ્રમ અંગેના કાયદાઓના પાલન માટે સિંગલ વિન્ડો ઈન્ટરફેસ શરૂ કરાયા છે.

પાણી અને વીજળી જેવી સવલતો મેળવવા માટેની પ્રક્રિયાઓ સરળ બનાવાઈ છે.

રોકાણકારોના માર્ગદર્શન અને સહાય માટે ઈન્વેસ્ટર ફેસિલિટેશન સેલ સ્થપાયા છે.

જ્યારથી મેઈક ઈન ઈન્ડિયા કાર્યક્રમનો આરંભ થયો છે, ત્યારથી રાજ્ય સરકારો સાથેની અમારી સહભાગિતા નોંધપાત્ર રીતે વધી છે.

વિશ્વ બેન્કના સહયોગ વડે વર્ષ 2015માં રાજ્યોને સ્વીકૃત માપદંડો પર એમની વેપાર નીતિઓ અને પ્રક્રિયાઓના આધારે રેન્ક અપાયા હતા.

વર્ષ 2016માં પણ આવું જ રેન્કિંગ અપાયું હતું.

બૌદ્ધિક સંપત્તિ માટે ભાવિ માર્ગ તૈયાર કરવા અમે સૌપ્રથમવાર સર્વગ્રાહી નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ પોલિસી અપનાવી છે.

‘સર્જનાત્મક વિનાશ’ની પ્રક્રિયા શરૂ કરવા માટે પણ અમે મહત્વપૂર્ણ પગલા લીધા છે.

કંપનીઓને નવિનીકરણ કરવા માટે અને કામકાજ આટોપવા માટે અમે સરળતા કરી આપીએ છીએ.

દેવાળા અને નાદારીની આચારસંહિતાનો અધિનિયમન અને અમલીકરણ ભારતમાંથી રોકાણો પાછા ખેંચવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

વેપાર સંબંધી વિવાદોના ઝડપી ઉકેલ માટે નવી વાણિજ્ય સંબંધી અદાલતો સ્થાપવામાં આવી રહી છે.

પ્રક્રિયાઓને વધુ વેગ આપવા માટે મધ્યસ્થી (આર્બિટ્રેશન) અંગેના કાયદાઓમાં પણ સુધારો કરાયો છે.

મિત્રો.

ભારતમાં અત્યારે અગાઉ ક્યારેય નહોતી જોવા મળી એટલી ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓ થઈ રહી છે.

ભારતમાં આગામી મહત્વપૂર્ણ આર્થિક બળ સ્ટાર્ટ-અપ્સ છે અને એ એક ક્રાંતિ જ છે.

અમારો સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમ આ ક્ષેત્રમાં અમારી સંભાવનાઓ ખુલ્લી મૂકવા માટે છે.

રોજગાર સર્જન અથવા સ્વ-રોજગારની તકો માટે મહત્વપૂર્ણ હોય એ પ્રકારની પ્રવૃત્તિઓ માટે અમારી આર્થિક પ્રક્રિયાઓ અગ્રેસર બની રહી છે.

વસતી વિષયક લાભ મેળવવા માટે આ જ એકમાત્ર રસ્તો છે.

સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમ અને તેના વિવિધ ઘટકો મારફતે અમે બજારની જરૂરિયાતો મુજબ કૌશલ્યો ક્રિયાન્વિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ભાવિ માળખાકીય સવલતો સ્થાપવી એ હાલ અમારું ભગીરથ કાર્ય છે.

અમે દેશભરમાં ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સનું પેન્ટાગોન વિકસાવી રહ્યા છીએ.

દેશભરમાં માલસામાનની હેરફેર માટેના અવરોધો દૂર કરવા પર પણ અમે ખૂબ ધ્યાન આપી રહ્યા છીએ.

દેશભરમાં રસ્તાઓ, રેલવેઝ, બંદરોનું આધુનિકીરણ થઈ રહ્યું છે.

આવી માળખાકીય સવલતો માટે નાણાં મેળવવા માટે અમે વિદેશના ફંડો સાથે હાથ મિલાવીને નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્થાપ્યું છે.

મિત્રો.

આ સંકલનનો સમય છે.

સંકલન ખુલ્લાપણા સિવાય શક્ય નથી.

ભારત હંમેશા નિખાલસ રહ્યું છે.

હવે, અર્થવ્યવસ્થાના સ્તરે પણ અમે સૌથી મુક્ત અને સંકલિત અર્થતંત્ર છીએ.

હજુ સુધી જેઓ (રોકાણ કરવા) ભારતમાં નથી આવ્યા, તેમનું અમે સ્વાગત કરીએ છીએ.

જ્યારે તમને મારી જરૂર હશે, ત્યારે હું ત્યાં હાજર હોઈશ, તેની હું અંગત ખાતરી આપું છું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.