"પ્રધાનમંત્રી કાર્યાલયએ સેવાની સંસ્થા અને લોકોનું પ્રધાનમંત્રી કાર્યાલય બનવું જોઈએ"
"સમગ્ર દેશને આ ટીમમાં વિશ્વાસ છે"
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત 2047નાં ઇરાદા સાથે 'નેશન ફર્સ્ટ'નું લક્ષ્યાંક હાંસલ કરીશું
"આપણે રાષ્ટ્રને એવી ઊંચાઈએ લઈ જવું જોઈએ જે અન્ય કોઈ રાષ્ટ્ર ક્યારેય પ્રાપ્ત કરી શક્યું નથી"
"આ ચૂંટણીઓએ સરકારી કર્મચારીઓના પ્રયત્નો પર મંજૂરીની મહોર લગાવી"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કાર્યાલયનો હવાલો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પીએમઓ શરૂઆતથી જ પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાની સંસ્થા અને લોક પ્રધાનમંત્રી કાર્યાલય બનાવવાનો પ્રયાસ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "અમે પીએમઓને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે, જે નવી ઉર્જા અને પ્રેરણાનો સ્ત્રોત બને છે."

 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો અર્થ તાકાત, સમર્પણ અને સંકલ્પની નવી ઊર્જા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) સમર્પણ સાથે લોકોની સેવા કરવા માટે પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર એકલા મોદી જ નથી ચલાવતા, પરંતુ હજારો દિમાગ સાથે મળીને જવાબદારીઓ ઉપાડે છે અને તેના પરિણામે નાગરિકો જ તેની ક્ષમતાઓની ભવ્યતાના સાક્ષી બને છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની ટીમ સાથે સંબંધિત લોકો પાસે સમયનાં કોઈ અવરોધ, વિચારની મર્યાદા કે પ્રયાસ માટે કોઈ નિશ્ચિત માપદંડો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સમગ્ર દેશને આ ટીમમાં વિશ્વાસ છે."

 

પ્રધાનમંત્રીએ તેમની ટીમમાં સામેલ લોકોનો આભાર માનવાની તક ઝડપી લીધી હતી અને આગામી 5 વર્ષ માટે વિકસિત ભારતની યાત્રામાં સામેલ થવા ઇચ્છતાં અને પોતાની જાતને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કરવા ઇચ્છતા લોકોને પણ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે સૌ સાથે મળીને વિકસીત ભારત 2047નાં એક ઇરાદા સાથે 'રાષ્ટ્ર પ્રથમ'નાં લક્ષ્યાંકને હાંસલ કરીશું. તેમણે એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, તેમની દરેક પળ દેશની છે.

 

પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું કે ઇચ્છા અને સ્થિરતાનો સમન્વય નિશ્ચય માટે બનાવે છે જ્યારે સફળતા ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે દ્રઢ નિશ્ચયને સખત મહેનત દ્વારા પૂરક બનાવવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઇની ઇચ્છા સ્થિર હોય તો તે સંકલ્પનું સ્વરૂપ ધારણ કરે છે જ્યારે સતત નવા રૂપ ધારણ કરતી ઇચ્છા માત્ર એક લહેર છે.

પ્રધાનમંત્રીએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમની ટીમને ભવિષ્યમાં છેલ્લાં 10 વર્ષ માટે કરવામાં આવેલા કાર્યોને પાછળ છોડીને વૈશ્વિક માપદંડોને તોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આપણે દેશને એવી ઊંચાઈએ લઈ જવું જોઈએ, જે અન્ય કોઈ પણ દેશે હાંસલ ન કરી હોય."

 

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સફળતાની પૂર્વજરૂરિયાતો એ વિચારની સ્પષ્ટતા, વિશ્વાસ અને કાર્ય કરવા માટેના પાત્રમાં વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, "જો આપણી પાસે આ ત્રણ વસ્તુઓ છે, તો હું નથી માનતો કે નિષ્ફળતા ક્યાંય નજીક હશે."

પ્રધાનમંત્રીએ પોતાને એક વિઝનને સમર્પિત કરનાર ભારત સરકારનાં કર્મચારીઓને શ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સરકારની ઉપલબ્ધિઓમાં મોટો હિસ્સો મેળવવાને લાયક છે.  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "આ ચૂંટણીઓએ સરકારી કર્મચારીઓના પ્રયાસો પર મંજૂરીની મહોર લગાવી છે." તેમણે ટીમને નવા વિચારો વિકસાવવા અને કરવામાં આવતા કાર્યના સ્કેલને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રીએ પોતાની ઉર્જાના રહસ્ય પર પ્રકાશ પાડીને સંબોધનનું સમાપન કર્યું હતું અને કહ્યું હતું કે, એક સફળ વ્યક્તિ તે છે જે પોતાની અંદરના વિદ્યાર્થીને જીવંત રાખે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"