પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુએઈના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના ક્ષેત્રમાં વિકાસ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
બંને નેતાઓએ આતંકવાદ, કથળેલી સુરક્ષાની સ્થિતિ અને નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ સુરક્ષા અને માનવતાવાદી સ્થિતિનો વહેલાસર સંકલ્પ લેવાની અપીલ કરી હતી. તેમણે વિસ્તારમાં સ્થાયી શાંતિ, સુરક્ષા અને સ્થિરતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે ભારત-યુએઈ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીના માળખાની અંદર વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.