પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇઝરાયેલના પ્રધાનમંત્રી H.E. શ્રી બેન્જામિન નેતન્યાહુ તરફથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પર અભિનંદનનો ટેલિફોન કૉલ મળ્યો.
આ ઉષ્માપૂર્ણ અને વિચારશીલ શુભેચ્છાની પ્રશંસા કરતા, પીએમ એ ભારતના લોકો વતી તેમનો આભાર માન્યો અને સંદેશ આપ્યો કે ચંદ્રયાનની સફળતા સમગ્ર માનવતા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે શુભ સંકેત છે.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.