પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ H.E શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
તેઓએ દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
પ્રમુખ પુતિને પીએમને રશિયામાં તાજેતરની ઘટનાઓની માહિતી આપી.
યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરતી વખતે, પીએમએ સંવાદ અને મુત્સદ્દીગીરી માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા અને બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખવા સંમત થયા હતા.