પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે UAEના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
UAE ના રાષ્ટ્રપતિએ ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર પીએમ અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ ઉષ્માભર્યા ઈશારા માટે તેમનો આભાર માન્યો અને નોંધ્યું કે ચંદ્રયાનની સફળતા સમગ્ર માનવતાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથની સફળતા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ આવતા મહિને G20 સમિટ માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છે.