પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ઈરાન સંબંધો નજીકના ઐતિહાસિક અને સભ્યતાના જોડાણો દ્વારા આધારીત છે, જેમાં લોકોથી લોકોના મજબૂત સંપર્કોનો સમાવેશ થાય છે.
બંને નેતાઓએ કનેક્ટિવિટી હબ તરીકે ચાબહાર પોર્ટની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ બ્રિક્સના વિસ્તરણ સહિત બહુપક્ષીય મંચો પર સહકાર અંગે પણ ચર્ચા કરી હતી અને દક્ષિણ આફ્રિકામાં આગામી બ્રિક્સ સમિટ વખતે તેમની બેઠક અંગે આતુરતા દર્શાવી હતી