પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા કુમાર દ્વારા ગાયેલું ભક્તિ ભજન “હર ઘર મંદિર હર ઘર ઉત્સવ” શેર કર્યું છે, જેનું સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારે રચ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે સદીઓની રાહ જોયા પછી અયોધ્યા ધામમાં શુભ સમય નજીક આવી ગયો છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ શુભ અવસર પર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વત્ર ભગવાન રામની સ્તુતિ ગુંજી રહી છે.
ઉપરોક્ત ભક્તિ ગીત શેર કરતાં તેમણે કહ્યું કે આ પ્રસ્તુતિ દ્વારા તમે આસ્થા અને ભક્તિનું વાતાવરણ અનુભવશો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
સદીઓથી રાહ જોયા બાદ અયોધ્યા ધામમાં શુભ મુહૂર્ત નજીક છે. આ શુભ અવસર પર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વત્ર ભગવાન શ્રી રામની સ્તુતિ ગુંજી રહી છે. તમે આ પ્રસ્તુતી દ્વારા આસ્થા અને ભક્તિના વાતાવરણનો અનુભવ કરશો. #શ્રીરામભજન"
सदियों के इंतजार के बाद अयोध्या धाम में सुमंगल की घड़ी नजदीक है। इस पुण्य अवसर को लेकर उत्तर से दक्षिण और पूरब से पश्चिम तक, हर ओर प्रभु श्री राम का जयकारा गूंज रहा है। आस्था और भक्ति के इसी वातावरण का अनुभव आपको इस प्रस्तुति से होगा।#ShriRamBhajan https://t.co/2gsNXgUpBc
— Narendra Modi (@narendramodi) January 13, 2024