પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાળ દિવસ પર ગર્લ ચાઈલ્ડની અદમ્ય ભાવના અને સિદ્ધિઓને સલામ કરી છે. શ્રી મોદીએ તમામ ક્ષેત્રોમાં દરેક બાળકીની સમૃદ્ધ ક્ષમતાને પણ ઓળખી છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં, અમારી સરકાર એક એવા રાષ્ટ્રના નિર્માણ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે જ્યાં દરેક છોકરીને શીખવાની, વિકાસ કરવાની અને ખીલવાની તક મળે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે પર, અમે ગર્લ ચાઇલ્ડની અદમ્ય ભાવના અને સિદ્ધિઓને સલામ કરીએ છીએ. અમે તમામ ક્ષેત્રોમાં દરેક છોકરીની સમૃદ્ધ ક્ષમતાને પણ ઓળખીએ છીએ. તેઓ પરિવર્તનકર્તા છે જે આપણા રાષ્ટ્ર અને સમાજને વધુ સારા બનાવે છે. છેલ્લા એક દાયકામાં, અમારી સરકાર એક એવા રાષ્ટ્રના નિર્માણ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે જ્યાં દરેક છોકરીને શીખવાની, વિકાસ કરવાની અને ખીલવાની તક મળે.”
On National Girl Child Day, we salute the indomitable spirit and accomplishments of the Girl Child. We also recognise the rich potential of every girl child in all sectors. They are change-makers who make our nation and society better. Over the last decade, our government has…
— Narendra Modi (@narendramodi) January 24, 2024