પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને સલામ કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહિલા દિવસ પર, હું આપણી નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને સલામ કરું છું. ભારત સરકાર તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રીત કરતી રહેશે અને સન્માન તેમજ તક પર ભાર મૂકે છે."
"આર્થિક સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળથી લઈને હાઉસિંગ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસયાત્રામાં આપણી નારી શક્તિને મોખરે રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં પણ વધુ જોરશોરથી ચાલુ રહેશે."
"આજે સાંજે 6 વાગ્યે, હું કચ્છમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરીશ જે આપણા સમાજમાં મહિલા સંતોના યોગદાનને ઉજાગર કરશે.
સંસ્કૃતિના વિવિધ પાસાઓ, કેન્દ્રના વિવિધ કલ્યાણકારી પગલાં અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. https://t.co/ImLHzdJpEQ"
On Women’s Day, I salute our Nari Shakti and their accomplishments in diverse fields. The Government of India will keep focusing on women empowerment through its various schemes with an emphasis on dignity as well as opportunity.
— Narendra Modi (@narendramodi) March 8, 2022