પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાત કરી.
બંને નેતાઓએ આ વર્ષની શરૂઆતમાં તેમની વર્ચ્યુઅલ સમિટ બાદ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી, અને વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવેલા રોડમેપ 2030 હેઠળ પહેલેથી જ શરૂ કરાયેલા પગલાઓ પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓએ ઉન્નત વેપાર ભાગીદારીની પ્રગતિની પણ સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના જોડાણોને ઝડપથી વિસ્તૃત કરવાની સંભાવના પર સંમત થયા.
નવેમ્બર 2021ની શરૂઆતમાં ગ્લાસગોમાં આગામી UNFCCC COP-26 બેઠકના સંદર્ભમાં નેતાઓએ જળવાયુ પરિવર્તનને લગતા મુદ્દાઓ પર અને તાજેતરમાં જાહેર કરાયેલ નેશનલ હાઇડ્રોજન મિશન વિસ્તૃત ચર્ચા કરી હતી
નેતાઓએ પ્રાદેશિક વિકાસ, ખાસ કરીને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર મંતવ્યોની આપલે કરી. આ સંદર્ભમાં, તેઓ ઉગ્રવાદ અને આતંકવાદ, તેમજ માનવ અધિકારો અને મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો અંગેના મુદ્દાઓ પર એક સામાન્ય આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય વિકસાવવાની જરૂરિયાત પર સંમત થયા