પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન સાથે ફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ–19 રોગચાળા સામે લડતની પ્રગતિ, આંતરરાષ્ટ્રીય મૂલ્યની સાંકળોમાં મૂલ્યની સાંકળોમાં ચાલી રહેલું વૈવિધ્ય તથા પારદર્શક, વિકાસલક્ષી અને નિયમો આધારિત વૈશ્વિક વેપાર આદેશ જાળવવાની જરૂરિયાત અને વિશ્વ વેપાર સંગઠનની મહત્વની ભૂમિકા સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક વિકાસની સમીક્ષા કરી.
બંને નેતાઓ ઉપરોક્ત મુદ્દાઓ પર સંપર્કમાં રહેવા અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વેગ આપવા સંમત થયા હતા.