a
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના યથોચિત ઉપયોગ અંગે સલાહ આપી. “ટેકનોલોજીકલ પરિવર્તનો ઝડપથી બદલાઈ રહ્યા છે. આ પ્રકારના પ્રવાહો વડે અપડેટ રહેવું જરૂરી છે. ટેકનોલોજીનો ભય સારો નથી. ટેકનોલોજી એ મિત્ર છે. ટેકનોલોજીનું માત્ર જ્ઞાન હોવું એ પુરતું નથી. તેનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ ટેકનોલોજી મુક્ત એક કલાક ગાળવા પણ વિનંતી કરી અને કહ્યું કે આ પ્રકારનો અનુભવ આપણને આપણા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય ગાળવામાં મદદ કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શું આપણે ટેકનોલોજી વિનાનો એક કલાક ગાળવા વિષે વિચારી શકીએ ખરા? આપણા ઘરોમાં એક ઓરડો ટેકનોલોજી વિનાનો હોવો જોઈએ. જે કોઇપણ તેમાં પ્રવેશ કરે તેણે પોતાની સાથે કોઈ ગેજેટ્સ રાખવા નહીં.”