પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શાસન માટે નવા વિચારો અને નવા અભિગમ લાવ્યા છે. આ નવી વિચારસરણી અને નવા અભિગમ શાસનના દાખલાઓમાંના એક ઉદાહરણ તરીકે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા માત્ર 59 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.

  

તેમણે કહ્યું, 2014 માં દેશમાં 80 હજાર સામાન્ય સેવા કેન્દ્રો હતા, પરંતુ આજે તેમની સંખ્યા વધીને 3 લાખ 65 હજારથી વધુ થઈ ગઈ છે. આ કેન્દ્રોમાં 12 લાખથી વધુ ગ્રામીણ યુવાનો સરકારની તમામ સેવાઓનો ઓનલાઇન ડિલિવરી સુનિશ્ચિત કરી રહ્યા છે.

  

પ્રધાનમંત્રીએ કહ્યું કે BHIM એપને સુરક્ષિત ડિજિટલ ટ્રાંજેક્શન પ્લેટફોર્મ તરીકે વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી મહિનામાં BHIM એપ પર 2 લાખ 16 હજાર કરોડ રૂપિયાથી વધુનું રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થયું છે. તેમણે કહ્યું કે RuPay કાર્ડને ઘણા દેશોમાં સ્વીકૃતિ પણ મળી રહી છે.

 

જલ જીવન મિશન

પ્રધાનમંત્રીએ કહ્યું, આ સરકારના અભિગમનું બીજું ઉદાહરણ જલ જીવન મિશન છે. તેમણે કહ્યું કે આ મિશન, જેનો હેતુ દરેક ઘરને પાઇપ વોટર સપ્લાય સાથે જોડવાનો છે, તે પણ સ્થાનિક શાસનના નમૂનાનું ઉત્તમ ઉદાહરણ છે.

  તેમણે કહ્યું કે ભલે કેન્દ્ર સરકારે આ મિશન શરૂ કર્યું છે, પરંતુ તેનું સંચાલન ગ્રામ્ય કક્ષાએ થશે. ગ્રામ સમિતિઓ તેનો અમલ કરશે, ભંડોળનું સંચાલન કરશે અને પાઇપલાઇનની સ્થાપના કરવા, ટાંકી બનાવવા વગેરે સંબંધિત નિર્ણયો લેશે.

 

 સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ: મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ

 

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દેશના 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસ માટે તાલમેળથી કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેની અમલીકરણ એજન્સી તરીકે જિલ્લા સાથેનો મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ સહકારી સંઘવાદના શ્રેષ્ઠ દાખલા તરીકે ઉભરી આવ્યો છે.

તેમણે કહ્યું કે સરકાર આ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ગરીબ, આદિવાસીઓના વિકાસ માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

 

સમાજના દરેક વર્ગ માટે સંવેદનશીલતાથી કામ કરવું

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં દેશના તમામ આદિજાતિ લડવૈયાઓને સન્માન આપવાનું કામ કરવામાં આવ્યું છે. આખા દેશમાં સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્યા છે, સંશોધન સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે અને આદિજાતિ કલા અને સાહિત્યનું ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારોના પ્રતિભાશાળી બાળકોનું ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ બનાવવામાં આવી છે.

“આ ઉપરાંત, વન પેદાશોથી વધુ આવક થાય તે માટે આદિવાસી વિસ્તારોમાં 3 હજાર વન સંપત્તિ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમાં 30 હજાર સ્વ-સહાય જૂથોનો સમાવેશ કરવામાં આવશે. આમાંથી 900 કેન્દ્રો પણ સ્થાપિત કરાયા છે અને 2.5 લાખથી વધુ આદિજાતિ સાથીઓ તેમની સાથે સંકળાયેલા છે,”

 

મહિલા સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેક પગલા લીધા છે. “દેશના ઇતિહાસમાં પહેલી વાર લશ્કરી શાળાઓમાં દીકરીઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી છે. લશ્કરી પોલીસમાં મહિલાઓની નિમણૂકનું કામ પણ ચાલુ છે.”

 દેશમાં મહિલાઓની સુરક્ષા માટે 600 થી વધુ વન સ્ટોપ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. દેશની દરેક શાળામાં છઠ્ઠા ધોરણથી બારમાં ધોરણના વર્ગની છોકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. સેક્સ અપરાધીને ઓળખવા અને તેને શોધવા માટે એક રાષ્ટ્રીય ડેટાબેસ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના દરેક જિલ્લામાં માનવ વિરોધી ટ્રાફિકિંગ એકમો સ્થાપવાની યોજના છે. બાળકો પર જાતીય હિંસાના ગંભીર કેસોનું નિવારણ કરવા માટે POCSO કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. સમયસર ન્યાય માટે દેશભરમાં એક હજારથી વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India has the maths talent to lead frontier AI research: Satya Nadell

Media Coverage

India has the maths talent to lead frontier AI research: Satya Nadell
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 જાન્યુઆરી 2025
January 09, 2025

Appreciation for Modi Governments Support and Engagement to Indians Around the World