પરિસ્થિતિ વિશે આપે પોતાના વિચારો અને આપે જે પગલાં ઉઠાવ્યા છે તેની જાણકારી અમારી સાથે વહેંચી છે તે બદલ આપ સૌનો આભાર,

આપણે સૌ એ વાતે સહમત છીએ કે આપણે એક ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે હજુ નથી જાણતા કે આવનારા દિવસોમાં આ મહામારી કેવું સ્વરૂપ ધારણ કરશે.

આ સ્પષ્ટ છે કે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. આપણે સૌ આમ કરીને શ્રેષ્ઠ રીતે પ્રતિભાવ આપી શકીએ છીએ – અલગ પડ્યા વિના સાથે આવીએ; સહયોગ આપીએ, મુંઝાઈએ નહીં, તૈયારી કરીએ, ભયભીત ન થઇએ.

આ સહકારની લાગણીમાં, ભારત આ સંયુક્ત પ્રયાસોમાં શું આપી શકે છે તેના વિશે મને થોડા વિચારો આપની સાથે વહેંચવા દો.

હું કોવિડ-19 ઇમરજન્સી ફંડની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું, જે આપણા સૌ તરફથી સ્વેચ્છિક યોગદાન આધારિત રહેશે. ભારત આ ભંડોળમાં પ્રારંભિક યોગદાન રૂપે 10 મિલિયન ડૉલરના અનુદાનનો પ્રસ્તાવ રજૂ કરે છે. આપણા પૈકીના કોઇપણ આ ભંડોળનો તાત્કાલિકની જરૂરિયાતો માટેના ખર્ચને પહોંચી વળવા માટે ઉપયોગ કરી શકે છે. આપણા વિદેશ સચિવો આપણા દૂતાવાસો મારફત આ ભંડોળના ઉપયોગને અંતિમ ઓપ આપવા માટે તાકીદે સંકલન કરી શકે છે.

અમે ભારતમાં પરીક્ષણ કીટ અને અન્ય ઉપકરણો સહિત તબીબો અને નિષ્ણાતોની એક ત્વરિત પ્રતિક્રિયા ટીમને તૈયાર કરી રહ્યા છીએ. તેઓને સ્ટેન્ડ–બાય રખાશે અને જરૂર પડ્યે તમારી માગ પર તેમને ઉતારવામાં આવશે.

સાથે જ અમે ત્વરિત રીતે તમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો માટે ઓનલાઇન તાલીમ આપવાની પણ ઝડપી વ્યવસ્થા કરી રહ્યા છીએ. તે અમે અમારા દેશમાં જે મોડલને અપનાવ્યું છે તેના પર આધારિત રહેશે, જેથી કરીને આપણા ઇમરજન્સી સ્ટાફની ક્ષમતાને વધારી શકાય.

અમે સંભવિત વાઇરસ વાહક અને તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા છે તેમની જાણકારી મેળવી શકાય તેના માટે ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પોર્ટલની પણ સ્થાપના કરી છે. અમે આ ડિસીઝ સર્વેલન્સ સોફ્ટવેરને અમારા સાર્ક ભાગીદારોને ઉપલબ્ધ કરાવવાની સાથે તેનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકીએ છીએ.

આપણે સાથે જ પ્રવર્તમાન સુવિધાઓ, જેવી કે સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરને પણ આપણી વચ્ચેની શ્રેષ્ઠ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તેના માટે ઉપયોગ કરી શકીએ છે.

આગળ તરફ જોતા, આપણે એક સામાન્ય અનુસંધાન મંચની રચના પણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે આપણા દક્ષિણ એશિયા ક્ષેત્રમાં મહામારીના નિયંત્રણ માટેના અનુસંધાનમાં સમન્વય કરી શકીએ. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ આવી કવાયતના સંકલનમાં સહાયતા કરી શકે છે.

આપણે સાથે જ આપણાં નિષ્ણાતોને કોવિડ-19ના અર્થતંત્ર પર લાંબાગાળાના પરિણામો વિશે, તેમજ આપણે આપણા આંતરિક વેપાર અને આપણી સ્થાનિક મૂલ્ય શ્રૃંખલાઓને તેની અસરથી કેવી રીતે બચાવી શકીએ તે માટે મંથન કરવા જણાવી શકીએ છીએ.

અંતે, આ કંઇ પહેલી અથવા અંતિમ મહામારી નથી જે આપણને અસર કરે.

આપણે આપણાં નિષ્ણાતોને કહેવું જોઇએ કે તેઓ કોવિડ-19ના અર્થતંત્ર પર લાંબાગાળાના પરિણામો વિશે, તેમજ આપણે આપણા આંતરિક વેપાર અને આપણી સ્થાનિક મૂલ્ય શ્રૃંખલાઓને તેની અસરથી કેવી રીતે બચાવી શકે તેના માટે મંથન કરે.

તે આવા સંક્રમણને આપણા વિસ્તારમાં પ્રસરતા રોકી શકે છે, અને આપણને આપણી આંતરિક ગતિવિધિઓને મુક્ત રાખવા દેશે. 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones