Increase the number of vaccination centers and Scale up RT-PCR tests : PM
Calls for avoiding vaccine doses wastage
Stresses micro containment zones and 'Test, Track and Treat’

આપ સૌનો અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા બદલ ખૂબ ખૂબ આભાર. કોરોના વિરુદ્ધ દેશની લડાઈને હવે એક વર્ષ કરતાં વધુ સમય થવા આવ્યો છે. આ દરમિયાન ભારતના લોકોએ કોરોનાનો જે રીતે મુકાબલો કર્યો છે, તેની દુનિયામાં ઉદાહરણના રૂપમાં ચર્ચા થઈ રહી છે, લોકો તેને ઉદાહરણના રૂપમાં રજૂ કરી રહ્યા છે. આજે ભારતમાં 96 ટકા કરતાં વધુ કેસો સાજા થઈ ગયા છે. મૃત્યુ સંખ્યાના દરમાં પણ ભારત દુનિયાના તે દેશોની યાદીમાં છે કે જ્યાં આ દર સૌથી ઓછો છે.

દેશ અને દુનિયામાં કોરોનાની સ્થિતિને સામે રાખીને જે પ્રેઝેન્ટેશન અહિયાં આપવામાં આવ્યું છે, તેના વડે પણ અનેક મહત્વપૂર્ણ પાસાઓ આપણી સમક્ષ આવ્યા છે. દુનિયાના મોટા ભાગના કોરોનાથી અસરગ્રસ્ત દેશો એવા છે જેમને કોરોનાના અનેક પ્રવાહોનો સામનો કરવો પડ્યો છે. આપણાં દેશમાં પણ કેટલાક રાજ્યોમાં કેસો ઓછા થઈ ગયા બાદ અચાનક તેમાં વૃદ્ધિ થવા લાગી છે. આપ સૌ તેની ઉપર ધ્યાન આપી રહ્યા છો પરંતુ તેમ છતાં પણ કેટલાક રાજ્યોનો અહિયાં ઉલ્લેખ થયો જેમ કે મહારાષ્ટ્ર છે, પંજાબ છે, તમે મુખ્યમંત્રીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે, માત્ર હું કહી રહ્યો છું એવું નથી. અને વધારે ચિંતા તમે કરી જ રહ્યા છો અને કરવાની જરૂરિયાત પણ છે. આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્ર અને એમપીમાં ટેસ્ટ પોઝિટિવ દર બહુ જ વધારે છે. અને કેસોની સંખ્યા પણ વધી રહી છે, ઘણા આવી રહ્યા છે.

આ વખતે અનેક એવા વિસ્તારો, એવા જિલ્લાઓમાં પણ આ વૃદ્ધિ જોવા મળી રહી છે કે જે અત્યાર સુધી પોતાની જાતને બચાવીને બેઠેલા હતા. સુરક્ષિત ક્ષેત્રો હતા એક રીતે, હવે ત્યાં આગળ પણ આપણને અમુક વસ્તુઓ એવી જોવા મળી રહી છે. દેશના સિત્તેર જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં આ વૃદ્ધિ 150 ટકા કરતાં પણ વધારે છે. જો આપણે આ વધી રહેલી મહામારીને અહિયાં જ નહિ રોકીએ તો દેશ વ્યાપી આઉટ બ્રેકની સ્થિતિ પણ બની શકે છે. આપણે કોરોનાની આ વધી રહેલી “સેકન્ડ પિક”ને તાત્કાલિક જ રોકવી પડશે. અને તેની માટે આપણે ઝડપી અને નિર્ણયાત્મક પગલાઓ ભરવા પડશે. ઘણી જગ્યાઓ ઉપર જોવા મળી રહ્યું છે કે માસ્કને લઈને હવે સ્થાનિક વહીવટ દ્વારા પણ એટલી ગંભીરતા દેખાડવામાં નથી આવી રહી. મારો આગ્રહ છે કે સ્થાનિક સ્તર પર શાસનને લઈને જે પણ તકલીફો છે તેમની તપાસ, તેમની સમીક્ષાને જાણીને અને તે તકલીફોને ઉકેલી દેવી એ હું સમજુ છું કે વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી છે.

એ મંથનનો વિષય છે કે આખરે કેટલાક ક્ષેત્રોમાં જ પરીક્ષણો ઓછા કેમ થઈ રહ્યા છે? શા માટે આવા જ ક્ષેત્રોમાં રસીકરણ પણ ઓછું થઈ રહ્યું છે? હું સમજું છું કે આ સુશાસનના પરીક્ષણનો પણ સમય છે. કોરોનાની લડાઈમાં આપણે આજે જ્યાં સુધી પહોંચ્યા છીએ તેમાં અને તેનાથી જે આત્મવિશ્વાસ આવ્યો છે, આ આત્મવિશ્વાસ, આપણો આત્મવિશ્વાસ વધુ પડતો વિશ્વાસ પણ ના બનવો જોઈએ, આપણી આ સફળતા લાપરવાહીમાં પણ ના બદલાઈ જવી જોઈએ. આપણે જનતાને પેનિક મોડમાં પણ નથી લાવવાની. એક ભયનું સામ્રાજ્ય ફેલાઈ જાય, એવી પણ સ્થિતિ નથી લાવવાની અને કેટલીક સાવધાનીઓ રાખીને કેટલીક પહેલો લઈને આપણે જનતાને તકલીફોમાંથી મુક્તિ પણ અપાવવાની છે.

આપણાં પ્રયાસોમાં આપણે આપણાં જૂના અનુભવોને સામેલ કરીને રણનીતિ બનાવવાની રહેશે. પ્રત્યેક રાજ્યના પોત-પોતાના પ્રયોગો છે, સારા પ્રયોગ છે, સારી પહેલો છે, કેટલાય રાજ્યો અન્ય રાજયોમાંથી નવા નવા પ્રયોગ શીખી પણ રહ્યા છે. પરંતુ હવે એક વર્ષમાં અમારી સરકારી મશીનરી તેમને નીચે સુધી આવી પરિસ્થિતિઓમાં કઈ રીતે કામ કરવાનું છે, લગભગ લગભગ તાલીમ આપી દેવામાં આવી છે. હવે આપણે પ્રો-એક્ટિવ થવું જરૂરી છે. આપણે જ્યાં પણ જરૂરી હોય... અને આ હું આગ્રહપૂર્વક કહું છું.. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનો વિકલ્પ પણ કોઈપણ સ્થિતિમાં ઢીલાશ ના લાવવી જોઈએ, તેની ઉપર ખૂબ જ આગ્રહ સાથે કામ કરવું જોઈએ. જિલ્લાઓમાં કામ કરી રહેલી મહામારી પ્રતિભાવ ટીમોને “કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ SOPsની રી-ઓરીએન્ટેશનની જરૂર હોય તો તે પણ કરવું જોઈએ. ફરીથી એકવાર ચાર કલાક, છ કલાક માટે બેસીને એક ચર્ચા કરવામાં આવે, દરેક સ્તર પર ચર્ચા કરવામાં આવે. સંવેદનશીલ પણ કરીશું, જૂની વસ્તુઓ યાદ અપાવી દઇશું અને ગતિ પણ લાવી શકીએ છીએ. અને તેની સાથે જ ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ તેને લઈને પણ આપણે તેટલી જ ગંભીરતાની જરૂરિયાત છે કે જે આપણે છેલ્લા એક વર્ષથી કરતાં આવ્યા છીએ. દરેક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કોને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા અને RT-PCR ટેસ્ટ દર 70 ટકાથી ઉપર રાખવો ખૂબ જ જરૂરી છે.

આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અનેક રાજ્યોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તે જ ભરોસા ઉપર ગાડી ચાલી રહી છે.  જે રીતે કેરળ છે, ઓડિશા છે, છત્તીસગઢ છે અને યુપી છે. મને લાગે છે કે તેમાં ખૂબ ઝડપથી બદલાવની જરૂર છે. આ બધા જ રાજ્યોમાં હું તો ઈચ્છું છું કે દેશના તમામ રાજ્યોમાં આપણે RT-PCR ટેસ્ટ હજી વધારે વધારવા ઉપર ભાર મૂકવો જોઈએ. એક વાત કે જે ખૂબ ધ્યાન આપવા માટેની છે તે એ છે કે આ વખતે આપણાં ટીયર 2 ટીયર 3 શહેરો કે જે શરૂઆતમાં અસરગ્રસ્ત નહોતા બન્યા તેમની આસપાસના ક્ષેત્રો વધારે પ્રભાવિત થઈ રહ્યા છે. જુઓ આ લડાઈમાં આપણે સફળતાપૂર્વક બચી શક્યા છીએ તેનું એક કારણ હતું કે આપણે ગામડાઓને આનાથી મુક્ત રાખી શક્યા હતા. પરંતુ ટીયર 2 ટીયર 3 શહેરો સુધી પહોંચશે તો તેને ગામડાઓમાં જતાં વાર નહિ લાગે અને ગામડાઓને સંભાળવા. આપણી વ્યવસ્થાઓ બહુ જ ઓછી પડી જશે. અને એટલા માટે આપણે નાનાં શહેરોમાં ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં વધારો કરવો પડશે.

આપણે નાના શહેરોમાં “રેફરલ સિસ્ટમ” અને “એમ્બ્યુલન્સ નેટવર્ક”ની ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. પ્રેઝેન્ટેશનમાં એ વાત પણ સામે રજૂ કરવામાં આવી છે કે અત્યારે હજી વાયરસનો ફેલાવો છૂટી છવાઈ રીતે થઈ રહ્યો છે. તેનું બહુ મોટું કારણ એ પણ છે કે હવે સમગ્ર દેશ પ્રવાસ માટે ખૂલી ગયો છે, વિદેશોમાંથી આવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. એટલા માટે આજે દરેક કેસના પ્રવાસની, તેના સંપર્કના પ્રવાસની સૂચના તમામ રાજ્યોએ પારસ્પરિક રીતે એકબીજા સાથે વહેંચવી જરૂરી બની ગઈ છે. એકબીજા સાથે જાણકારી વહેંચવા માટે કોઈ નવા વ્યવસ્થા તંત્રની જરૂરિયાત જો જણાય છે તો તેની ઉપર પણ વિચાર કરવો જોઈએ. એ જ રીતે, વિદેશોમાંથી આવનાર યાત્રીઓ અને તેમના સંપર્કો ઉપર દેખરેખ રાખવા માટે એસઓપીના પાલનની જવાબદારી પણ વધી ગઈ છે. અત્યારે આપણી સામે કોરોના વાયરસને ઉત્પન્ન કરનાર તત્વોને પણ ઓળખવા અને તેમની અસરોની મુલવણી કરવાનો પણ પ્રશ્ન છે. તમારા રાજ્યોમાં તમને વાયરસની વિવિધ ભાતોની જાણકારી મળતી રહે, તેની માટે પણ જીનોમ સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલવું એ પણ એટલું જ જરૂરી છે.

સાથીઓ,

રસી અભિયાનને લઈને અનેક સાથીઓએ પોતાની વાત રજૂ કરી. નિશ્ચિતપણે આ લડાઈમાં રસી હવે એક વર્ષ પછી આપણાં હાથમાં એક હથિયાર આવ્યું છે, તે અસરકારક હથિયાર છે. દેશમાં રસીકરણની ગતિ સતત વધી રહી છે. આપણે એક દિવસમાં 30 લાખ લોકોને રસી આપવાના આંકડાને પણ એક વખત તો પાર કરી ચૂક્યા છીએ. પરંતુ તેની સાથે જ આપણે રસીના ડોઝ ખરાબ થઈ જવાની સમસ્યાને પણ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 10 ટકા કરતાં વધુ રસીનો બગાડ છે. યુપીમાં પણ રસીનો બગાડ લગભગ લગભગ તેટલો જ છે. રસીનો શા માટે બગાડ થઈ રહ્યો છે તેની પણ રાજ્યોમાં સમીક્ષા થવી જોઈએ અને હું માનું છું કે દરરોજ સાંજે તેની મોનીટરીંગની વ્યવસ્થા પણ રહેવી જોઈએ અને આપણાં વ્યવસ્થા તંત્રએ પ્રો-એક્ટિવ લોકોનો સંપર્ક કરીને એક સાથે આટલા લોકો ઉપસ્થિત રહે કે જેથી રસીનો બગાડ ના થાય તેની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે એક રીતે જેટલા ટકા બગાડ થાય છે, તેટલો આપણે કોઈ વ્યક્તિના અધિકારને બરબાદ કરીએ છીએ. આપણને કોઈના અધિકારને બરબાદ કરવાનો કોઈ હક નથી.

સ્થાનિક સ્તર પર આયોજન અને શાસનની જે પણ ઉણપો છે તેમને તરત જ સુધારવી જોઈએ. રસીનો બગાડ થતો જેટલો અટકશે અને હું તો ઇચ્છીશ કે રાજ્યોએ તો ઝીરો બગાડના લક્ષ્યાંક સાથે કામ કરવાનું શરૂ કરવું જોઈએ. આપણે ત્યાં બગાડ નહિ થવા દઈએ. એક વાર પ્રયાસ કરીશું તો સુધારો જરૂરથી થશે. તેટલા જ વધારે આરોગ્ય કર્મચારીઓ, આગળની હરોળના કાર્યકરો અને અન્ય યોગ્ય લોકોને રસીના બંને ડોઝ પહોંચાડવા માટેના આપણાં પ્રયાસો સફળ થશે. મને વિશ્વાસ છે કે આપણાં આ સામૂહિક પ્રયાસો અને રણનીતિઓની અસર ખૂબ ટૂંક સમયમાં આપણને જોવા મળશે અને તેનું પરિણામ પણ જોવા મળશે.

આખરે હું કેટલાક મુદ્દાઓ ફરીથી કહેવા માંગુ છું કે જેથી આપણે સૌ આ વિષયો પર ધ્યાન આપીને આગળ વધીએ. એક મંત્ર કે જે આપણે સતતપણે સૌને કહેવાનો છે- “દવા પણ અને ચુસ્ત અમલ પણ”. જુઓ દવાનો અર્થ એવો નથી કે બીમારી જતી રહી છે એવું નથી. માની લો કે કોઈને શરદી થઈ. તેણે દવા લીધી તો તેનો અર્થ એવો નથી થતો કે તેણે ઠંડા સ્થળો પર સુરક્ષા વિના ગરમ કપડાં પહેર્યા વિના તે બહાર જતો રહે, વરસાદમાં ક્યાંક નહાવા નીકળી પડે. ભાઈ બરાબર છે, કે તમે દવા લઈ લીધી છે પરંતુ તમારે બાકીની વસ્તુઓનું પણ તો ધ્યાન રાખવું જ પડશે ને. આ આરોગ્યનો નિયમ છે જી, આ કોઈ આ જ બીમારી માટે નથી, તે દરેક બીમારી માટે છે જી. જો આપણને ટાઇફોઇડ થયો છે. દવા લઈ લીધી બધુ કરી લીધું તેમ છતાં ડૉક્ટર કહે છે કે આ આ વસ્તુઓ નથી ખાવાની. આ એવું જ છે. અને એટલા માટે હું સમજું છું કે આટલી સામાન્ય વાત લોકોને સમજાવવી જોઈએ. અને એટલા માટે “દવા પણ, ચુસ્ત અમલ પણ”, આ વિષયમાં આપણે વારેવારે લોકોને આગ્રહ કરીએ.

બીજો, જે વિષય મેં કહ્યો- ટેસ્ટ્સને સ્કેલ અપ કરવા ખૂબ જરૂરી છે, કે જેથી નવા કેસોની ઓળખ તરત જ થઈ શકે. સ્થાનિક વહીવટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની દિશામાં આપણે આગ્રહ કરવો જોઈએ. તે ત્યાં આગળ જ ઝડપથી કામ કરે, આપણે ખૂબ ઝડપથી રોકી શકીશું કે જેથી ચેપનો વિસ્તાર ફેલાવાથી રોકવામાં મદદ મળી શકે. રસી લગાવનાર કેન્દ્રોની સંખ્યા વધારવાની જરૂરિયાત હોય, પછી તે ખાનગી હોય, કે સરકારી હોય, જેમ કે તમે નકશામાં જોયું હશે, તે તમારી માટે પણ રાજ્યવાર પણ બનાવ્યું છે. તે શરૂઆતમાં જે લીલા ટપકાવાળું દેખાડ્યું હતું. અને જોવાથી જ ખબર પડી જાય છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આછો લીલો રંગ દેખાઈ રહ્યો છે તેનો અર્થ એ છે કે આપણાં રસીકરણના કેન્દ્રો ત્યાં એટલા નથી અથવા તો સક્રિય નથી. જુઓ ટેકનોલોજી આપણને ખૂબ જ મદદ કરી રહી છે. આપણે ખૂબ સરળતાથી રોજ બરોજની વસ્તુઓને ગોઠવી શકીએ છીએ. તેનો આપણે ફાયદો તો લેવાનો જ છે પરંતુ તેના આધાર પર આપણે સુધારો પણ કરવાનો છે. આપણાં જેટલા કેન્દ્રો અતિશય સક્રિય હશે, મિશન મોડમાં કામ કરશે, બગાડ પણ ઓછો થશે, સંખ્યા પણ વધશે અને એક વિશ્વાસ પણ તરત જ વધી જશે. હું ઈચ્છું છું કે તેની ઉપર ભાર મૂકવામાં આવે.

આ સાથે જ, એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કારણ કે આ રસીનું સતત ઉત્પાદન થઈ રહ્યું છે અને જેટલા જલ્દી આપણે આમાંથી બહાર નીકળી શકીએ તેટલું આપણે નીકળવું જોઈએ. નહિતર આ એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ સુધી લંબાયા કરશે. એક મુદ્દો છે રસીની એક્સપાયરી ડેટ. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે પહેલા આવ્યું છે તેનો પહેલા ઉપયોગ કરવામાં આવે, જે પછીથી આવી છે તેનો ઉપયોગ પછીથી કરવામાં આવે. જો આપણે પછીથી આવેલનો ઉપયોગ પહેલા કરી લઈશું તો પછી એક્સપાયરી ડેટ અને બગાડની સ્થિતિ વધી જશે. અને એટલા માટે મને લાગે છે કે ટાળી શકાય તેવા બગાડથી તો આપણે બચવું જ જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આપણી પાસે આ જે જથ્થો છે તેની એક્સપાયરી ડેટ આ છે, આપણે સૌથી પહેલા તેનો ઉપયોગ કરી લઈએ. આ ખૂબ જરૂરી છે. અને આ બધી જ વાતોની સાથે આ ચેપના ફેલાવાને અટકાવવા માટે જે પાયાના પગલાંઓ છે, જેમ કે હું કહું છું “દવા પણ અને ચુસ્ત પાલન પણ”. માસ્ક પહેરવાનું છે, બે ગજનું અંતર જાળવી રાખવાનું છે, સાફ-સફાઇનું ધ્યાન રાખવાનું છે, અંગત સ્વચ્છતા હોય કે પછી સામાજિક સ્વચ્છતા, સંપૂર્ણ રીતે તેની ઉપર ભાર મૂકવો પડશે. એવા કેટલાય પગલાં કે જે પાછલા એક વર્ષથી આપણે કરતાં આવ્યા છીએ ફરીથી એકવાર તેની ઉપર ભાર મૂકવાની જરૂર છે. ફરી એકવાર આગ્રહ કરવાની જરૂરિયાત છે, તેમાં આપણે કડકાઇનું પાલન કરવું પડે તો કરવું જોઈએ. જેમ કે આપણાં કેપ્ટન સાહેબ કહી રહ્યા હતા કે અમે ગઇકાલથી ખૂબ ચુસ્ત અમલ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છીએ, સારી વાત છે. મને લાગે છે કે આપણે સૌએ આ વિષયમાં હિંમતની સાથે કરવું પડશે.

મને વિશ્વાસ છે કે આ વિષયો પર લોકોની જાગૃતિ જાળવી રાખવા માટે આપણને સફળતા મળશે. હું ફરી એકવાર તમારા સૂચનો માટે આભાર પ્રગટ કરું છું. અને બાકીના પણ જે સૂચનો છે તમે જરૂરથી મોકલજો. જે દવાખાનાના વિષયમાં જે આજે ચર્ચા નીકળી છે, તમે બે ચાર કલાકોમાં જ બધી જાણકારી આપી દો કે જેથી હું સાંજે 7-8 વાગ્યાની આસપાસ મારા વિભાગના લોકો સાથે સમીક્ષા કરીને તેમાં જો કોઈ અડચણ છે તો તેને દૂર કરવા માટે કોઈ જરૂરી નિર્ણય કરવા પડશે તો આરોગ્ય મંત્રાલય તરત જ કરી દેશે અને હું પણ તેની ઉપર ધ્યાન આપીશ. પરંતુ હું કહું છું કે આપણે અત્યાર સુધી જે લડાઈ જીતતા આવ્યા છીએ, આપણાં સૌનો સહયોગ છે, આપણાં એક-એક કોરોના યોદ્ધાઓનો સહયોગ છે તેના કારણે આ થયું છે, જનતા જનાર્દને પણ ખૂબ સાથ આપ્યો છે, જનતાએ સાથ આપ્યો છે અને ભારત વિજયી બની રહ્યું છે 130 કરોડ દેશવાસીઓની જાગૃતતાના કારણે, 130 કરોડ દેશવાસીઓના સહયોગના કારણએ, 130 કરોડ દેશવાસીઓના સહકારના કારણે. આપણે જેટલી જનતા જનાર્દનને આ વિષય ઉપર ફરી એકવાર જોડી શકીશું, ફરીથી આ વિષય અંગે વાત કરીશું, મને પાક્કો ભરોસો છે કે જે પરિવર્તન અત્યારે જોવા મળી રહ્યું છે આપણે તે પરિવર્તનને ફરી એકવાર રોકી શકીશું, ફરીથી આપણે તેને નીચેની બાજુએ લઈ જઈ શકીશું. એવો મારો પાક્કો વિશ્વાસ છે. તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે, તમારી પાસે નિષ્ણાત ટીમ બની ચૂકી છે. થોડું દરરોજ એક બે વખત પૂછવાનું ફરીથી શરૂ કરી દો, અઠવાડિયામાં એક બે વખત મિટિંગ લેવાનું શરૂ કરી દો, બધી જ વસ્તુઓ પોતાની જાતે જ ગતિ પકડી લેશે.

હું ફરી એકવાર ખૂબ ટૂંકા સમયની સૂચના પર આપ સૌ સાથે આજની બેઠક મેં આયોજિત કરી પરંતુ તેમ છતાં તમે સમય કાઢ્યો અને ખૂબ વિસ્તારપૂર્વક તમારી બધી જ વિસ્તૃત જાણકારીઓ આપી, હું તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું.

ખૂબ ખૂબ આભાર જી!  

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature