“છેલ્લા 6-7 વર્ષોમાં, સરકાર એવો આત્મવિશ્વાસ કાયમ કરવામાં સફળ થઈ છે કે ભ્રષ્ટાચારને નાથવો શક્ય છે”
“આજે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાની રાજકીય ઇચ્છાશક્તિ છે અને વહીવટી સ્તરે પણ સતત સુધારણા થઈ રહ્યા છે”
“નૂતન ભારત નવીન ફેરફાર કરે છે, પહેલ કરે છે અને અમલી બનાવે છે, નવું ભારત એ સ્વીકારવા તૈયાર નથી કે ભ્રષ્ટાચાર વ્યવસ્થાનો ભાગ છે, તે એની વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યક્ષમ અને શાસન સરળ ઇચ્છે છે”
“સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવીને સામાન્ય લોકોનાં જીવનમાં સરકારની દખલગીરીને ઘટાડવાનું કાર્ય સરકારે જીવનમંત્રના આધારે હાથ ધર્યું છે”
“વિશ્વાસ અને ટેકનોલોજીના અભિગમે કાર્યદક્ષ શાસન વ્યવસ્થા અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને મજબૂત બનાવ્યા છે”
“ટેકનોલોજી અને સતર્કતાની સાથે-પ્રક્રિયાઓમાં સરળતા, સ્પષ્ટતા અને પારદર્શિતા અટકાયતી તકેદારી માટે લાંબા ગાળે મદદરૂપ થશે. આનાથી આપણું કામ સરળ થશે અને દેશના સંસાધનોની બચત થશે”
“એ સુનિશ્ચિત કરાયું છે કે દેશ અને દેશવાસીઓને છેતરનાર કોઇને પણ ક્યાંય સલામત સ્વર્ગ ન મળે”
“સીવીસી અને સીબીઆઇ અને અન્ય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓએ નૂતન ભારતના માર્ગમાં આવે એવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીવીસી અને સીબીઆઇની સંયુક્ત પરિષદને એક વીડિયો સંદેશ પાઠવ્યો હતો. આ પરિષદ ગુજરાતના કેવડિયા ખાતે યોજાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પરિષદની ચર્ચાવિચારણા કેવડિયામાં થઈ રહી છે-એક એવું સ્થળ જ્યાં સરદાર પટેલની હાજરી છે, જેમણે શાસન વ્યવસ્થાને ભારતની પ્રગતિ, લોકોની ચિંતાઓ અને લોક કલ્યાણનો આધાર બનાવવાને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. “આજે, ભારત જ્યારે અમૃત કાળમાં, એનાં ભવ્ય લક્ષ્યો હાંસલ કરવા માટે આગળ વધી રહ્યું છે. આજે જ્યારે આપણે લોકો તરફી અને પ્રોએક્ટિવ શાસન વ્યવસ્થાને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, ત્યારે આપની કાર્યલક્ષી ઉદ્યમશીલતા ‘સરદાર સાહેબ’ના આદર્શોને મજબૂતી આપશે’ એમ પ્રધાનમંત્રીએ મેળાવડાને કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ સીબીઆઇ અને સીવીસીના અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય જીવનના તમામ વર્ગોમાંથી ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા તેઓ પોતાને પુન:સમર્પિત કરે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવે છે અને તમામને ન્યાય માટે અવરોધરુપ બને છે, દેશની પ્રગતિમાં બાધારૂપ બને છે અને દેશની સામૂહિક શક્તિને અસર કરે છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે છેલ્લાં 6-7 વર્ષોમાં, સરકાર એ આત્મવિશ્વાસ કાયમ કરવામાં સફળ રહી છે કે ભ્રષ્ટાચારને નાથવો શક્ય છે. તેમણે કહ્યું હતું કે એવો વિશ્વાસ છે કે લોકો સરકારની યોજનાઓનો લાભ વચેટિયાઓ અને લાંચ વિના લઈ શકે છે. હવે લોકો અનુભવે છે કે, ભ્રષ્ટ, ગમે એટલો તાકાતવર કેમ ન હોય, એ ગમે ત્યાં જાય, એને છોડાશે નહીં. “અગાઉ, સરકાર અને વ્યવસ્થાઓ જે રીતે ચાલતી હતી, તેમાં રાજકીય ઇચ્છાશક્તિ અને વહીવટી ઇચ્છાશક્તિ બેઉનો અભાવ હતો. આજે, ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાની રાજકીય ઇચ્છાશક્તિ છે અને વહીવટી સ્તરે પણ સતત સુધારા થઈ રહ્યા છે” એમ તેમણે કહ્યું હતું. બદલાયેલા ભારતની વાતો કરતા શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે “આજે, 21મી સદીનું ભારત, આધુનિક વિચારધારાની સાથે માનવજાતના લાભ માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે. નૂતન ભારત નવીન ફેરફારો કરે છે, પહેલ કરે છે અને અમલી કરે છે. નવું ભારત એ સ્વીકારવા હવે તૈયાર નથી કે ભ્રષ્ટાચાર વ્યવસ્થાનો ભાગ છે. એ એની વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યદક્ષ અને શાસન સરળ ઇચ્છે છે.”

મહત્તમ અંકુશ અને મહત્તમ નુક્સાનથી ઓછામાં ઓછી સરકાર અને મહત્તમ દોરવણી સુધીની સરકારની સફર વર્ણવતા પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે સરકારે કેવી રીતે સરકારી પ્રક્રિયાઓ સરળ બનાવીને સામાન્ય લોકોનાં જીવનમાં સરકારી હસ્તક્ષેપને ઘટાડવાનું કાર્ય જીવનમંત્રના ધોરણે હાથ ધર્યું હતું.  પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે નાગરિકોને સશક્ત કરવા માટે સરકાર કેવી રીતે વિશ્વાસ અને ટેકનોલોજી પર ભાર મૂકે છે. તેમણે કહ્યું હતું કે આ સરકાર એના નાગરિકો પર અવિશ્વાસ મૂકતી નથી અને એટલે જ, દસ્તાવેજોની ચકાસણીના ઘણાં સ્તરો દૂર કરાયાં છે અને જન્મ પ્રમાણપત્ર, પેન્શન માટે જીવન પ્રમાણપત્ર જેવી ઘણી સુવિધાઓ વચેટિયાઓ વિના ટેકનોલોજી મારફત આપવામાં આવે છે. ગ્રૂપ સી અને ગ્રૂપ ડી ભરતીઓમાં ઇન્ટરવ્યૂ નાબૂદ કરવા જેવાં પગલાં, ગેસ સિલિન્ડર બુકિંગથી લઈને ટેક્સ ફાઇલિંગ સહિતની સેવાઓમાં ઓનલાઇન અને ફેસલેસ પ્રક્રિયાઓ  ભ્રષ્ટાચાર માટેની તકને ઘટાડે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિશ્વાસ અને ટેકનોલોજીના આ અભિગમે કાર્યદક્ષ દોરવણી અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને મજબૂત બનાવ્યાં છે. તેમણે ટિપ્પણી કરી હતી કે બિઝનેસીસ માટે પરવાનગી અને અમલને લગતાં ઘણાં જરીપુરાણા થઈ ગયેલા નિયમોને દૂર કરાયા છે અને એની સાથે હાલના પડકારોને સુસંગત એવા ઘણા કડક કાયદાઓ લાવવામાં આવ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે આવી ઘણી અનુપાલનની જરૂરિયાતોને દૂર કરવાની નેમ છે અને કહ્યું કે મોટા ભાગની પરવાનગીઓ અને અનુપાલનોને ફેસલેસ બનાવાયા છે અને સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડેક્લેરેશન જેવી પ્રક્રિયાઓને ઉત્તેજન અપાઇ રહ્યું છે. સરકારના ઈ-માર્કેટ પ્લેસ જીઈએમે ઈ-ટેન્ડરિંગમાં પારદર્શિતા આણી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ તપાસને સરળ બનાવી રહ્યા છે. એવી જ રીતે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન નિર્ણય લેવા સંબંધી ઘણી મુશ્કેલીઓ દૂર કરશે. તેમણે ભાર મૂક્યો હતો કે વિશ્વાસ અને ટેકનોલોજીની આ કૂચમાં, સીવીસી અને સીબીઆઇની સંસ્થાઓમાં અને અધિકારીઓમાં દેશનો વિશ્વાસ નિર્ણાયક છે. “આપણે દેશ પહેલાના જીવનમંત્રને હંમેશા જાળવવો રહ્યો અને આપણા કાર્યને કાયમ જ લોક કલ્યાણ અને લોકચિંતાની કસોટીના એરણે મૂલવવું રહ્યું” એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ માપદંડોને પૂર્ણ કરે એવા ‘કર્મયોગી’ને તેઓ હંમેશા ટેકો આપશે.

પ્રધાનમંત્રીએ ‘અટકાયતી તકેદારી’ પર એમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સાવધપણાં સાથે અટકાયતી તકેદારીને હાંસલ કરી શકાય છે અને ટેકનોલોજી અને અનુભવ દ્વારા એને મજબૂત કરી શકાય છે. ટેકનોલોજી અને સાવધપણા સાથે, પ્રક્રિયાઓમાં સરળતા, સ્પષ્ટતા અને પારદર્શિતા અટકાયતી તકેદારી માટે લાંબા ગાળે ઘણાં મદદરૂપ થશે. આનાથી આપણું કાર્ય સરળ થશે અને દેશના સંસાધનોની બચત થશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને ભારપૂર્વક શિખામણ આપી કે ભ્રષ્ટાચારી સામે પગલાં લેવામાં પાછી પાની કરવી નહીં અને એ સુનિશ્ચિત કરવું કે દેશ અને દેશવાસીઓને છેતરનાર કોઇને માટે પણ સલામત સ્વર્ગ ન મળે. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ ગરીબમાં ગરીબના મનમાંથી વ્યવસ્થાની દહેશતને દૂર કરે. તેમણે ટેકનોલોજિકલ પડકારો અને સાયબર છેતરપિંડીઓ બાબતે પણ ચર્ચાવિચારણા કરવા અનુરોધ કર્યો હતો.

કાયદાઓ અને પ્રક્રિયાઓના સરળીકરણ માટે સ્વતંત્રતા દિવસે એમણે કરેલા આહવાન યાદ અપાવતા, પ્રધાનમંત્રીએ સીવીસી અને સીબીઆઇ અને અન્ય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓને નૂતન ભારતના માર્ગમાં આડે આવતી આવી પ્રક્રિયાઓ દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. “તમારે ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતાની નૂતન ભારતની નીતિને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. તમારે એ રીતે કાયદાઓનો અમલ કરવાની જરૂર છે જેથી ગરીબ વ્યવસ્થાની નિકટ આવે ભ્રષ્ટ એ વ્યવસ્થામાંથી બહાર થઈ જાય’ એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi