શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મ જયંતિ (પ્રકાશ પર્વ) ઉજવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવી હતી.
મીટિંગમાં ભાગ લેનારાઓએ શ્રી ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ મનાવવાની મહાન દ્રષ્ટિ બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજી દ્વારા ધાર્મિક સ્વાતંત્ર્ય માટે અપાયેલા વિવિધ યોગદાન અને બલિદાનને યાદ કર્યા હતા. ભાગ લેનારાઓએ સ્મારક ઉત્સવ માટે એમના વિચારો અને સૂચનો આપ્યા હતા અને નોંધ્યું કે એમનાં જીવનનાં વિવિધ પાસાંઓ ઉજાગર કરવા અગત્યનું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે શ્રી ગુરુ તેગ બહાદુરજીનો સંદેશ તમામને પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પ્રયાસો થવા જોઇએ. ઉત્સવ માટે અત્યાર સુધી જે કંઈ સૂચનો મળ્યા છે એની રૂપરેખા અંગેનું પ્રેઝન્ટેશન સાંસ્કૃતિક સચિવે આપ્યું હતું.
મીટિંગને સંબોધતા પ્રધાનમંત્રીએ ભાગ લેનારા સૌનો એમનાં સૂચનો બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વનો પ્રસંગ આધ્યાત્મિક વિશેષાધિકારની સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે. શ્રી ગુરુ તેગ બહાદુરજીના જીવનમાંથી શીખવા મળેલા ઉપદેશો અને પાઠનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતૂં કે આપણે બધાં એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે આ ઉપદેશોને યુવા પેઢીઓ સમજે એ અગત્યનું છે અને નોંધ્યું હતું કે ડિજિટલ માધ્યમો દ્વારા એમના સંદેશના પ્રસારને વિશ્વભરમાં યુવા પેઢીઓ સુધી પહોંચવાનું સરળ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શીખ ગુરુ પરંપરા પોતાનામાં જ એક સંપૂર્ણ જીવન ફિલસૂફી છે. સરકારનું એ સદનસીબ અને વિશેષાધિકાર છે કે એને શ્રી ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વને, શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વને અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશ પર્વને ઉજવવાની તક મળી.
મીટિંગમાં ચર્ચાઓ અંગે છણાવટ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વના ઉત્સવમાં વધુ ને વધુ લોકોને જોડવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્રવૃત્તિઓનું આયોજન એવું થવું જોઇએ જેનાથી શ્રી ગુરુ તેગ બહાદુરજીનાં જીવન અને ઉપદેશો જ નહીં પણ સમગ્ર ગુરુ પરંપરાનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર થાય. વિશ્વભરમાં શીખ સમુદાય દ્વારા કરાયેલી સામાજિક સેવાઓની પ્રસંશા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શીખ પરંપરાનાં આ પાસાં અંગે યોગ્ય સંશોધન અને દસ્તાવેજીકરણ થવું જોઇએ.
આ મીટિંગમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, લોક સભાના સ્પીકર શ્રી ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘ, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, અમૃતસરનાં પ્રમુખ બીબી જાગીર કૌર, સાંસદો શ્રી સુખબીર સિંહ બાદલ અને શ્રી સુખદેવ સિંહ ધિંડસા, ભૂતપૂર્વ સાંસદ શ્રી તરલોચન સિંહ, અમૂલના એમડી શ્રી આર એસ સોઢી, પ્રખર વિદ્વાન શ્રી અમરજીત સિંહ ગરેવાલ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
बीती चार शताब्दियों में भारत का कोई भी कालखंड, कोई भी दौर ऐसा नहीं रहा जिसकी कल्पना हम गुरु तेगबहादुर जी के प्रभाव के बिना कर सकते हों!
— PMO India (@PMOIndia) April 8, 2021
नवम गुरु के तौर पर हम सभी उनसे प्रेरणा पाते हैं: PM @narendramodi
गुरुनानक देव जी से लेकर गुरु तेगबहादुर जी और फिर गुरु गोबिन्द सिंह जी तक, हमारी सिख गुरु परंपरा अपने आप में एक सम्पूर्ण जीवन दर्शन रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021
हमें गुरु तेगबहादुर जी के जीवन और शिक्षाओं के साथ ही समूची गुरु परंपरा को भी विश्व तक लेकर जाना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 8, 2021