પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટની દરમિયાન સેનેગલ પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી મેકી સાલ સાથે 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં મુલાકાત કરી.
બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ઉર્જા, ખાણકામ, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, રેલ્વે, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાના માર્ગો પર ફળદાયી ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાલની વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ અને ગયા વર્ષે આફ્રિકા યુનિયનમાં તેમના મજબૂત નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિ સાલે ચંદ્રયાન મિશનની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા અને G20માં આફ્રિકન યુનિયનની કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે વિકાસશીલ વિશ્વની પ્રાથમિકતાઓની હિમાયત કરવામાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતના પ્રમુખપદ હેઠળ આગામી G20 સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.
Held talks with President @Macky_Sall in Johannesburg. India considers Senegal to be a valued developmental partner. We discussed sectors like energy, infrastructure, defence and more in our meeting. pic.twitter.com/keoZjjnjZg
— Narendra Modi (@narendramodi) August 24, 2023