પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) દરમિયાન કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ઇરફાન અલી 8-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBDમાં મુખ્ય અતિથિ છે.
બંને નેતાઓએ ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, ટેક્નોલોજી અને ઈનોવેશન અને સંરક્ષણ સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત અને ગુયાનાના લોકો વચ્ચેના 180 વર્ષ જૂના ઐતિહાસિક મિત્રતાના બંધનોને યાદ કર્યા અને તેને વધુ ગાઢ બનાવવા સંમત થયા.
રાષ્ટ્રપતિ ઈરફાન અલી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને 10 જાન્યુઆરી 2023ના રોજ વિદાય સત્ર અને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. તે 11 જાન્યુઆરીએ ઈન્દોરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પણ ભાગ લેશે.
રાષ્ટ્રપતિ અલી ઈન્દોર ઉપરાંત દિલ્હી, કાનપુર, બેંગ્લોર અને મુંબઈની પણ મુલાકાત લેશે.