ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી સુશ્રી કેથરીન કોલોના, જેઓ 13-15 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે, તેમણે આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે મુલાકાત કરી. દ્વિપક્ષીય અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત, મંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનનો મિત્રતા અને સહકારનો સંદેશ પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડ્યો. પીએમ મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મનીના શ્લોસ એલમાઉ સાથેની તેમની તાજેતરની બેઠકોને સ્નેહપૂર્વક યાદ કરી અને વહેલી તકે રાષ્ટ્રપતિને ભારતમાં આવકારવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી.