પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટની દરમિયાન 24 ઑગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં રિપબ્લિક ઑફ ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહમદ અલી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ વિકાસ ભાગીદારી અને ક્ષમતા નિર્માણ, વેપાર અને રોકાણ, સંરક્ષણ સહયોગ, આઈસીટી, કૃષિ, યુવાનોના કૌશલ્ય અને લોકો-થી-લોકોના જોડાણ સહિતના મુખ્ય ક્ષેત્રો પર ફળદાયી ચર્ચા કરી હતી. તેઓએ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું.
પ્રધાનમંત્રીએ બ્રિક્સમાં ઇથોપિયાના સભ્યપદ બદલ પ્રધાનમંત્રી અબી અહેમદને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ પ્રધાનમંત્રી અબી અહેમદની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રી અબીય અહેમદે બ્રિક્સ પરિવારમાં જોડાવા માટે ઇથોપિયાને ભારતના સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ચંદ્રયાન મિશનની સફળતા પર પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા,જેને ઇથોપિયા અને ગ્લોબલ સાઉથ માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ ગણાવી હતી.
Held fruitful talks with PM @AbiyAhmedAli. Congratulated him on Ethiopia joining BRICS. We discussed ways to boost ties in sectors like trade, defence and people to people relations. pic.twitter.com/PE6a8xRgZQ
— Narendra Modi (@narendramodi) August 24, 2023