પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના પ્રધાનમંત્રી શ્રી મહામહિમ કુ. સન્ના મારિન સાથે કોપનહેગનમાં 2જી ભારત-નોર્ડિક સમિટની દરમિયાન મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.
બંને પક્ષોએ 16 માર્ચ, 2021ના રોજ યોજાયેલી દ્વિપક્ષીય વર્ચ્યુઅલ સમિટના પરિણામોના અમલીકરણમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે વિજ્ઞાન અને શિક્ષણમાં સ્થિરતા, ડિજિટલાઇઝેશન અને સહકાર જેવા ક્ષેત્રો દ્વિપક્ષીય ભાગીદારીના મહત્વના આધારસ્તંભ છે. તેઓએ AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ભાવિ મોબાઈલ ટેક્નોલોજી, ક્લીન ટેક્નોલોજી અને સ્માર્ટ ગ્રીડ જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહકાર વિસ્તારવાની તકો અંગે ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ ફિનિશ કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવા અને ભારતીય બજાર ખાસ કરીને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં પ્રસ્તુત કરેલી વિપુલ તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું.
પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ સહકાર પર પણ ચર્ચાઓ થઈ.
Prime Ministers @narendramodi and @MarinSanna met in Copenhagen. The developmental partnership between India and Finland is rapidly growing. Both leaders discussed ways to further cement this partnership in trade, investment, technology and other such sectors. pic.twitter.com/Hm3LltgkPK
— PMO India (@PMOIndia) May 4, 2022