પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં જાણીતા રોકેટ વૈજ્ઞાનિક અને ગેલેક્ટીક એનર્જી વેન્ચર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિયાબુલા ઝુઝાને મળ્યા હતા.
શ્રી ઝુઝાએ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમની સફળતા માટે ડિજિટલ ઈન્ડિયાને શ્રેય આપ્યો અને ભારતમાં તેમના ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પ્રકાશિત કર્યા.
ચર્ચાઓમાં ઊર્જાના ભાવિ અને ટકાઉ ઉકેલો શોધવા સંબંધિત બાબતોને પણ આવરી લેવામાં આવી હતી.
During our interaction, Siyabulela Xuza spoke at length about his passion for sustainable development and clean energy, especially for the Global South. He also spoke about his own innovations and passion towards science and space. pic.twitter.com/QJhoSAdjKu
— Narendra Modi (@narendramodi) August 24, 2023